Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 32
________________ (૩૧) આલોચના કર્યા વિના મોક્ષમાર્ગે આગળ વધવા નીકળેલ જીવ રાગના દાવાનળમાં શેકાય છે, બળે છે. વૈરાગ્યને તીવ્ર અને ઉજજવળ બનાવવા સાધકે નીચેની વાત ધ્યાનમાં રાખવાની છે. ૧. પારકી પંચાત કરવી નહિ. ૨. જાત વડાઇમાં પડવું નહિ. ૩. આપણી પ્રશંસામાંથી જૂઠાણું શોધી કાઢવાની કળા અને આપણી નિંદામાંથી સત્યને પકડી જાત સુધારવાની કળા આવડે તો વિતરાગદશાની નજીક પહોંચી શકાય. જૂના ચીકણા અનુબંધ તુટે. ૪. પુરૂષાર્થ વગર વૈરાગ્ય પ્રાપ્ત ન થાય અને ગુણસમૃદ્ધિ વિના અશુભ અનુબંધો રવાના ન જ થાય. જો આમ ન થાય તો ગ્રંથિભેદ, સમક્તિ પ્રાપ્તિ વગેરે અશક્ય પ્રાયઃ બની જાય. ૫. સમજણના ઘરમાં રહેવું. * ૧૯. દોષોની વણઝાર સાધક જો સાધના કરવામાં નીચેના દોષોનું સેવન કરે તો સાધના યથાર્થપણે આગળ ન વધે. ૧. ઓછી કરે, ૨. સાધના કરવાના ભાવમાં ગિરાવટ આવે, ૩. પ્રમાદ થઈ જાય, ૪. ઉત્સાહ મંદ થતો જાય, ૫. બીજા સાધકો પ્રત્યે અહોભાવની લાગણી ન થાય, ૬. સાધર્મિક ભક્તિમાં અણગમો અથવા રુકાવટ આવે, ૭. ગુરુ પ્રત્યેના બહુમાનમાં ઘટાડો થતો જાય, ૮. વૈયાવચ્ચ, જિનેશ્વરની ભક્તિમાં ઉલ્લાસ ઓછો થતો જાય, ૯. આવશ્યક ક્રિયામાં ન્યૂનતા આવે, ૧૦. સદાચારી નિયમો-વર્તનમાં ઘટાડો થાય, ૧૧. વૈરાગ્ય, સ્વાધ્યાય જયણામાં ઓટ આવે, ૧૨. પ્રતિકુળતામાં મક્કમતા તૂટતી જાય. તેમજ મુમુક્ષુપણામાં, સાધક અવસ્થામાં ૧. ગુરુનિંદા, ૨. સાધકનિંદા, ૩. પ્રમાદ, ૪. ખાવાની લાલસા, ૫. સાધનો પ્રત્યે મૂર્છા,

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62