Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 17
________________ (૧૬) તે મિથ્યાત્વી. ચેતનમાં રમે, રમવાનું ગમે તે સમકિતી, સંયમી કહેવાય. બાહ્યભાવોની અનુકૂળતામાં રમે તે મિથ્યાત્વી, બાહ્યભાવોની પ્રતિકૂળતામાં પણ જે આનંદમાં રહે તે સમકિતી. દેહાધ્યાસ, નામાવ્યાસ અને કર્માધ્યાસ પણ તોડીને મુક્ત બનો. ૯. ગુરુવચન રુચિ | જિનવચન/ગુરુવચનમાં તાત્વિક રુચિ હોય તે બહુ જરૂરી છે. જે ગુરુવચનને છોડી શાસ્ત્ર વચનને પકડે છે તેનો સંસાર વધી જાય છે. ગુણાનુરાગથી ગુરુવચનને સાંભળવા, આદરવા તેમજ પ્રતિકૂળતામાં પણ તેને ન છોડવા તે ઉત્તમ ભૂમિકા છે. “સ્વ-પરનું હિત ગુરુના હૈયે કોતરાયેલ છે” આવું આપણું માનસિક વલણ દઢ હોય તો ગુરુ વચન રુચિ સરળ બને અને તાત્વિક રુચિ હોય તો આરાધના મજબૂત બને, વિનિયોગકારી બને, વિશુદ્ધ પુણ્યજનક થાય. જો આપણને ૧. અનુકૂળ ગુરુવચન ગમે અને પ્રતિકૂળ ન ગમે. ૨. પુણ્યહિન દશામાં ગુરુવચન ગમે અને પુણ્યોદયમાં ન ગમે. ૩. આરોગ્ય હોય ત્યારે ગુરુવચન ગમે અને માંદગીમાં ન ગમે. ૪. મન પ્રસન્ન હોય ત્યારે ગુરુવચન ગમે અને મન ખિન્ન હોય તો ન ગમે. ૫. પોતાની હોશિયારી ન હોય ત્યારે ગુરુવચન ગમે અને હોશિયારી આવે પછી ન ગમે. ૬. પોતાને બોલતા ન ફાવે ત્યાં સુધી ગુરુવચન ગમે અને બોલતા આવડે એટલે ન ગમે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62