Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 16
________________ (૧૫) ઠપકો સાંભળી પોતાની ભૂલ સુધારી લે, મન ખિન્ન ન થાય તો આરાધક ભાવ ટકી રહે. (૨) આમ કરીને ગુરૂને પણ ઉત્સાહમાં રાખી શકાય, જેથી ગુરૂકૃપા આપણા પર વરસતી રહે. (૩) બીજાની આરાધનાની ઉપબૃહણા કરી તેનો ઉત્સાહ વધારે, વાત્સલ્ય દ્વારા બીજાનું સ્થિરીકરણ કરે, આરાધનામાં સહાય કરે, બીજાના અંતરાય-વિક્ષેપને દૂર કરે, નિઃસ્વાર્થ ભાવે સ્વાધ્યાય કરાવે, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વિગેરેની વૈયાવચ્ચ કરે તો બીજાના ભાવને સંવાર્યા કહેવાય. આમ જે વર્તે તે પ્રાયઃ ત્રીજા ભવે મોક્ષે જાય. માટે આ વાતો યાદ રાખી પરમપદને નીકટ આણવા પ્રયતશીલ રહીએ. ૮. જાતને ઓળખો વાતવાતમાં ઓછું લાગે - ખોટું લાગે તે બળતણિયો સ્વભાવ કહેવાય. જો આપણે સમાધિ પ્રાપ્ત કરવી છે તો તેનો સરળ માર્ગ એ છે કે આપણા કરતાં વધુ તકલીફવાળા જીવોને નજર સમક્ષ રાખવા જેથી મનના પરિણામમાં બગાડો ન થાય. મનનો બગાડો સમાધિ પ્રાપ્ત થવા નહીં દે. સાધકે આટલું તો ખાસ યાદ રાખવું જોઈએ. ૧. આહારની બાબતમાં કે બીજી જરૂરીયાતો માટે મન ઉકળાટ ન અનુભવે તે જોવું. - ' ૨. માન-સન્માનની ઇચ્છા ઊભી ન થવા દેવી. ૩. બુદ્ધિ, લબ્ધિ, શક્તિ, સિદ્ધિ, પુણ્યપ્રભાવની બાબતમાં ક્યારેય ખિન્નતા અનુભવવી નહીં. ૪. દેહાધ્યાસ, નામાવ્યાસ અને કર્માધ્યાસથી પર થવા પ્રયત્નશીલ રહો. દેહાધ્યાસમાં અટકે તે નિયમા મિથ્યાત્વી કહેવાય. જડમાં રમે, ઠરે

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62