Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 14
________________ (૧૩) ગુરુના હૃદયની ગંભીરતા આપણી તુચ્છ બુદ્ધિમાં સમજાતી ન હોવાથી ગુરુને મન સોંપવામાં કચવાટ થાય છે. આ કચવાટને દૂર કરવા ગુરુના ઉપકાર, ઉદારતા, ગંભીરતા, કરુણા, પરોપકારવૃત્તિ વગેરે ગુણોને નજરમાં રાખવા. અનુભવી જ્ઞાનીના વચનો સ્વીકારવાથી ગલત, કટુ અનુભવથી થનારા નુકશાનથી બચી શકાય છે. આ સમજણ બરાબર હોય તો પોતાની દૃષ્ટિએ પ્રતિકુળ લાગતા ગુરુ વચનો સહર્ષ સ્વીકારવાની તૈયારી થાય. આપણું હિત ગુરુના હાથમાં છે, ગુરુના કરુણાથી સભર હૈયે વસેલું છે. તેથી ગુરુના ચરણે મન સમર્પિત કરી દેવાથી ૧. આપણા જીવનમાં ઉત્સાહનો પ્રકાશ આત્મરૂપી સૂર્યમાંથી પ્રગટે છે. ૨. સર્વત્ર આનંદ જ અનુભવાય. ૩. સાધનાની સાચી મસ્તી પ્રગટે. ૪. સત્ત્વભાવમાં ઉછાળો આવે. ૫. અંતરાયો દૂર થાય. ૬. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૭. અલ્પ પુરૂષાર્થે આત્મકલ્યાણ થાય. સાધકનું ધ્યેય સમાધિ પ્રાપ્ત કરવાનું જ છે. આથી સમાધિમય જીવન બનાવવાનું લક્ષ રાખીને સાધના ચાલવી જોઈએ, પણ તેમાં કોઈ પક્કડ કે આગ્રહ આવી ન જાય તે ખાસ લક્ષ રાખવાનું છે. સાધનાના કોઈ પણ પ્રકારમાં આગ્રહ થવાથી અસમાધિ આવી ન જાય તે માટે ગુરુની આજ્ઞા મુજબ જ આરાધના-સાધના કરવાની છે. જે સાધના કરતાં અંદર આપણી ઇચ્છા, આગ્રહ ભળે તે સાધનામાં શ્રદ્ધા ટકવી, વધવી સરળ છે, પણ ગુરુની આજ્ઞા જે પ્રમાણે સાધના કરવાની હોય અને આપણને તે પસંદ ન હોય તો તેમાં શ્રદ્ધા કે રુચિ આવવી મુશ્કેલ છે. ગુરુની ઇચ્છા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62