Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 23
________________ (૨૨) નીચે ઉતરી જાય. ઉલ્લાસરૂપી શિખરમાંથી તળેટીમાં અને ત્યાંથી ખીણમાં ઉતરી જાય. માટે સાધના કરતાં સેંકડો કષ્ટો આવે તો પણ સાધના છોડવી નહીં કે અટકાવવી નહીં. (૫) મનની પાંચમી નબળી કડી એ છે કે “જેમ પાણી પોતાનો રસ્તો શોધી કાઢે છે; તેમ બગડેલું મન પોતાનું ધારેલું કામ કરવાનો માર્ગ શોધી કાઢે છે.” એ માટે જીવને બળ, પ્રોત્સાહન, લાભ જોવાની દૃષ્ટિ વગેરે પણ મન પોતે જ આપે છે. આથી બચવા વિવેકદૃષ્ટિ, સમર્પણભાવ, સાચા મિત્રની સંગતિ, પ્રાયશ્ચિત કરવાની ટેક, સત્ત્વ વિક્સાવવાનું વલણ વગેરે ઉપર લક્ષ રાખવું. (૬) મનની છઠ્ઠી નબળી કડી એ છે કે “મનના પરિણામ ચંદ્રકળા જેવા છે. ચંદ્રની કળા બીજે દિવસે વધે નહિ તો ઘટે જ. તેમ મનના શુભ પરિણામને વધારવા પ્રયત્ન ન કરીએ તો અવશ્ય કાળક્રમે એ શુભ પરિણામ ઘટે છે.” મનના શુભ પરિણામને વધારવા પ્રયત્ન પુરૂષાર્થ કરવો પડે છે. જયારે ઘટાડો તો પ્રયત્ન વગર જ થઈ જાય છે. જેમકે ઉપરના ગુણ સ્થાનકેથી નીચે ઉતરવા પ્રયત્ન કરવો પડતો નથી જ્યારે નીચેથી ઉપરના ગુણ સ્થાનકે જવા પ્રબળ પુરૂષાર્થ કરવો પડે છે. માટે પ્રતિપળ જાગૃતિ કેળવવી. “સમય ગોયમ ! મા પમાયએ” ઉપદેશનો આ રહસ્યાર્થ છે. (૭) મનની સાતમી નબળી કડી એ છે કે તેના પરિણામમાં ઉછાળો ઘટાડો એકાએક થઈ જાય છે. એક ક્ષણે પુનમના અજવાળા જેવું લાગતું મને બીજી ક્ષણે અમાસ જેવું અંધારું સર્જી દે છે. ત્યારે ક્યારેક અમાસમાંથી પુનમ પણ સર્જી દે છે. માટે મનના વર્તમાનકાલીન શુભ વિચારોને ભરોસે બેસી રહેવાના બદલે પ્રતિક્ષણ જાગૃતિ કેળવવી. થોડીક જાગૃતિ ખોઈ બેસવાથી ઘણું નુકશાન સહન કરવાનું આવ્યાના દાખલા શાસ્ત્રોમાં જોવા મળે છે. દા.ત. દશપૂર્વધર નંદિષેણ મુનિ, હજાર વર્ષ ચારિત્ર પાળનાર કુંડરિક મુનિ, લબ્ધિધારી અષાઢાભૂતિમુનિ, દીર્ઘતપસ્વી

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62