Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 27
________________ (૨૬) ૩૦. શિષ્ય બનાવવાના લોભમાં - મરિચિ (ભ. મહાવીરનો જીવ)એ ઉત્સુત્ર ભાષણ દ્વારા ૧ કોડાકોડી સાગરોપમી સંસાર વધારી દીધો. ૩૧. પરસ્પરની મમતાને લીધે - પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ૨૧ ભવ સુધી ઉગ્ર વિશુદ્ધ સાધના - કરવા છતાં મુક્તિ ન પામી શક્યા. ૩૨. બાહુબળ બતાવવાની ભૂલથી - વિશ્વભૂતિ (ભ.મહાવીરનો જીવ) નિયાણું કરી ૭મી નરકે પહોંચી ગયા. દરેક દષ્ટાંત ઉપર વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે ઉગ્ર સાધના કરવા છતાં એક એક ભૂલ થવાથી કર્મ સત્તાએ કેવા પછાડી દીધા. માટે આપણી સાધનામાં આવી ભૂલો – દોષો ન થાય તેની જાગૃતિ રાખવા જેવી છે. ૧૬. આત્મ વિકાસના પગથીયા ૧. આત્મસ્વરૂપ જિજ્ઞાસા હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? મારા સહજ ગુણનું સ્વરૂપ શું છે? આવી જિજ્ઞાસા જાગે તો સ્વરૂપ જિજ્ઞાસાનો પ્રારંભ થાય. પરરૂપ જિજ્ઞાસા મટે તો જ સ્વરૂપ જિજ્ઞાસા તાત્ત્વિક બને; બાકી તે બૌદ્ધિક કે વાચિક બને. ૨. આત્મસ્વરૂપ બોધઃ જડના સ્વરૂપનો પોતાના સ્વરૂપમાં આરોપ કરવો તે ભ્રાંતિ છે. જડના સ્વરૂપનો બોધ રાગદ્વેષનો મોહ પેદા કરી ચેતન સ્વરૂપનો બોધ આવરે છે. આમ જડ સ્વરૂપનો બોધ આત્મસ્વરૂપને અટકાવનાર હોવાથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરીને અબ્રાંત એવા આત્મ સ્વરૂપનો બોધ પ્રગટાવવાનો છે. તે પ્રગટે તો અનંત જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62