Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 18
________________ (૧૭) ૭. ગુરુ ઉપબૃણા કરે ત્યારે ગુરુવચન ગમે અને કડકાઇ કરે ત્યારે ન ગમે. આવા અનેક દાખલા આપી શકાય. જો આમ થાય તો આપણામાં ગુરુવચન રુચિ પ્રગટી નથી પણ સ્વાર્થ રુચિનું જોર ઊભું છે, મોહ રુચિનું જોર ઊભું છે. ગુરુવચનની જિનવચનની તાત્વિક રુચિ પ્રગટાવી પરમપદને પામવા પ્રયત્નશીલ થઈએ. ૧૦. સમાધિ પ્રાપ્ત કરવાના ચાર રહસ્યો ૬.વૈ. સૂત્રમાં વિનય સમાધિના ચાર પ્રકાર બતાવેલ છે. ૧. ગુરુની હિતશિક્ષા સાંભળવી. ૨. ગુરુની હિતશિક્ષા સ્વીકારવી. ૩. પોતાની ભૂલ સ્વીકારવી. ૪. ભૂલ સુધારીને ‘હું વિશુદ્ધ' બનેલ છું તેવું અભિમાન ન કરવું. શ્રવણની શરૂઆત માર્ગાનુસા૨ી ભૂમિકા શ્રવણનો સ્વીકાર તે સમક્તિની ભૂમિકા ભૂલ સુધારવા આત્મસામર્થ્ય ફોરવવું તે સંયમીની ભૂમિકા પોતાની શુદ્ધ સંયમની સ્થિતિનું અભિમાન ન કરવું તે વીતરાગદશાની નજીકની ભૂમિકા છે. દા.ત. અગ્નિશમાં ગુરુની વાત સાંભળવા તૈયાર ન થયો એ માર્ગાનુસારી ભૂમિકાનો અભાવ. જમાલિ વિગેરે ભૂલ સ્વીકારવા તૈયાર ન થયા અને સમક્તિથી ભ્રષ્ટ થયા. અષાઢાભૂતિ વિગેરે ભૂલ સુધારવા તૈયાર ન થયા તો ચારિત્રથી ભ્રષ્ટ થયા. બાહુબલીજી અભિમાનમાં અટવાઇ વીતરાગદશાથી વંચિત રહ્યા હતા.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62