Book Title: Sadhak Sadhna Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal Saila View full book textPage 7
________________ (૬) તે આપણા હાથની વાત છે એટલે કે સ્વાધીન છે. ઉપાસકો પ્રત્યે અહોભાવ રહેવો જરૂરી છે. જો આ ન હોય તો સાધકમાં યોગ્યતાની ખામી છે એમ હરિભદ્રસુરિજી મ.સા. કહે છે. માટે ઉપાસકો પરત્વે અહોભાવ, પ્રમોદભાવ, ગુણાનુરાગ, આત્મસાત કરવો અનિવાર્ય છે, આવશ્યક છે. સહવર્તી સાધક પ્રત્યે આહોભાવ એટલે એમના કાર્યમાં સહાય કરવી. ઇર્ષ્યા, અદેખાઈ ન કરવી, ગુણાનુરાગ કેળવવો, સ્થિરિકરણ કરવું, વાત્સલ્ય પ્રગટાવવું, ઉપબૃહણા કરવી, અંતરાય ન કરવો, નિંદા ન કરવી અને પ્રશંસા કરવી. શ્રી ઉમાસ્વાતિજી તથા શ્રી હરિભદ્રસૂરિજી તો એમ કહે છે કે “સાધર્મિક આપણે ત્યાં પધારે અને આપણને દુર્ગચ્છા થાય, રોમ રાજી પુલકિત ન થાય તો સમ્યગદર્શનના પણ ફાંફા છે.” આ છ વાતોને યથાર્થ સમજીને આગળ વધવા પુરૂષાર્થી બનવું જરૂરી છે. ૨. ગુરૂનો આક્રોશ પ્રસન્નતાથી સહન કરવાથી નમ્રતા કેળવાય. ગુરૂ વિનય થાય, ગુરુકૃપા પ્રાપ્ત થાય, અનાદયઅપયશ કર્મનો નાશ થાય, કેવળજ્ઞાનની નજીક પહોંચાય, ભવાંતરમાં સદ્ગુરુની પ્રાપ્તિના અંતરાય તૂટે, જ્ઞાનાવરણીય અને મોહનીયનો ક્ષયોપશમ થાય, પરમગુરુની પ્રાપ્તિ નજીકના ભવમાં થાય, સંયમભ્રષ્ટ ન થવાય. ૩. મૌન આત્મસાધના માટે શક્તિની જરૂર પડે છે; શુદ્ધિની જરૂર છે. શુદ્ધિ તથા શક્તિને સાચવવાનો, વેડફાતી બચાવવાનો અને પચાવવાનોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62