Book Title: Sadhak Sadhna Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal Saila View full book textPage 8
________________ પ્રયત્ન કરવાનો છે. બિનજરૂરી બોલવાથી શરીરની અનેક શક્તિનો નાશ થાય છે. શરીરની સાત સાધુના ક્ષય કરતાં પણ વાણીથી થતો શક્તિનો ક્ષય વધુ નુકસાનકારક છે માટે જરૂરી પણ ઓછું બોલવું. કહેવત છે કે “ન બોલવામાં નવ ગુણ” તેને સતત નજર સામે રાખવી. (૧) મૌન રહેવાથી કોઈને અપ્રિય ન થવાય. (ર) મૌન રહેવાથી અનર્થદંડ, નિંદા, વિકથાથી બચી જવાય. (૩) મૃષાવાદથી બચી જવાય. (૪) મૌનથી વચનસિદ્ધિ ઉત્પન્ન થાય. (૫) આદેયનામકર્મસૌભાગ્ય પ્રાપ્ત થાય. (૬) યશ-કીર્તિ ફેલાય. (૭) મુંગા-બોબડા બનવાનું કર્મ ન બંધાય. (૮) કોઈને માટે મુશ્કેલીરૂપ ન થવાય. (૯) પૂજયોની વાચિક આશાતનાથી બચી શકાય. આ નવ વાતો અધ્યાત્મમાર્ગે આગળ વધવામાં સહાયક થાય છે અને સ્વ-પરની સમાધિ સરળ બને છે. મૌન રહેવાથી સ્વાધ્યાયની રુચિ ઉત્પન્ન થાય છે. જરૂરી વાત પણ વિચારીને વિવેકપૂર્વક પરિમિત્ત શબ્દોમાં મધુર ભાષામાં કહેવી. આથી ભાષા સમિત્તિ, વચનગુપ્તિની આરાધના કરવાથી યોગ્યતા, શક્તિ, આવડત પ્રાપ્ત થાય અને તેના માધ્યમથી મોક્ષમાર્ગે ઝડપથી સ્વપરને આગળ વધારવાનું અખંડ અદ્વિતીય સૌભાગ્ય પ્રાપ્ત થાય. ૪. સમાધિ - સમાધિ પામવી હોય તો નીચેની વાતો આપણામાં છે કે નહીં તેનો વિચાર કરવો. ૧. પોતાની ભૂલની ક્ષમાપના કરવી. ૨. ભૂલનો સ્વીકાર કરવો. ૩. ભૂલનું પુનરાવર્તન ન થાય તેનું લક્ષ રાખવું. ૪. બીજાની સાધનામાં અંતરાય ન થાય તેમ વર્તવું.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62