Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 12
________________ જે ત્યાગ કરે છે, ઉપવાસ કરે છે, તેને અંદરને આસ્વાદ મળે છે; એને તપશ્ચર્યા સહજ લાગે છે. સ્વાધ્યાય તેમ જ ચિંતનમાં ઉપવાસ કરનારને એ યાદ જ નથી આવતું કે આજે મેં ખાધું નથી. વસ્તુ પ્રત્યે લગન વિના જે કરશે તે ભારરૂપ જે લાગશે. લગન એટલે વસ્તુમાં વસ્તુને રસ. . જે વસ્તુ પ્રિય લાગે તેને માટે ગમે તેટલું કરે પણ કાંઈ નથી લાગતું. ઊલટાનું એમ થાય છે કે મેં એને માટે કશું જ નથી કર્યું. મા જ્યારે વહાલી દીકરીને કાંઈ આપે છે ત્યારે ગમે એટલું આપે પણ એને ઓછું જ લાગે છે. એક વસ્તુ પ્રિય લાગી પછી એને માટે ગમે એટલું કર્યા પછી પણ કાંઈ નથી કર્યું એમ થયા કરે છે. આત્મા માટે કરો પછી અહંકારનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? રાણકપુર કુદરતના ખેળામાં આવેલું રમણીય ધામ છે. અરવલ્લીના પહાડોના ખોળામાં મંદિર બેઠું છે. ધરણશાહને એવી તે કેવી લગન લાગી હશે કે જેણે જંગલમાં જઈને એ મંદિર ઊભું કર્યું! આજે તે લેકેને દરેક ઠેકાણે પિતાની તખ્તી જોઈએ જ્યારે આ મંદિરને બાંધનાર શેઠે જડત નથી. ધરણાશા કેણુ એ ખબર નથી પડતી. મંદિરમાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46