Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh
Catalog link: https://jainqq.org/explore/005888/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રત્ન – ચી. પૂ. ‘ચિત્રભાનુ” Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિશ્રી ચ’દ્રકાન્તસાગરજી મહારાજ સ્મારક થ‘થ-ર રત્નત્રયી. • પ્રવચનકાર : પૂ. મુનિશ્રી ચન્દ્રપ્રભસાગરજી મહારાજ " ચિત્રભાનુ ’ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : દિન્ય જ્ઞાન સંધ ૧૩૭, નેતાજી સુભાષ રાડ મુંબઈ ૧ આવૃત્તિ પહેલી વિક્રમ સંવત ૨૦૨૨ મૂલ્ય : ૪૦ પૈસા મુદ્રણ સ્થાન : સાધના મુદ્રણાલય દાણાપીઠ ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ યાદ... પૂજ્ય મુનિશ્રી ચન્દ્રપ્રસાગરજી મહારાજને પરિચય આપવો એટલે સૂર્ય આગળ દીપક ધરવા જેવું હવે અમને લાગે છે. એમની વિશિષ્ટ શિલીએ જે સારા વક્તાઓ સર્યા છે એ જ એમની સૌથી શ્રેષ્ઠ ઓળખ છે - એમનાં ચિન્તનપૂર્ણ વિચાર, મૈત્રીપ્રેરક વાણી અને જસપૂર્ણ આચાર એ સમાજમાં ક્રાન્તિ અને સંગઠ્ઠનનાં અગ્રદૂત સમા છે. એમનાં આ વિશિષ્ટ તો એ કેને નથી આકર્ષા અને કેને નથી આમંચ્યા ? આ “રત્નત્રયી” પ્રવચન પણ એવા જ એક યાદગાર પ્રસંગનું બીજ છે. મુંબઈનાં અણુવ્રત સંઘના આગેવાનોના ભાવભર્યા નિમંત્રણથી પૂજ્યશ્રીએ અણુવ્રત હૈલની વિશાળ મેદની સમક્ષ “રત્નત્રયી” પર તા. ૨-૩-૬૬ થી ૪-૩-૬૬ બુધ, ગુરુ અને શુક્ર સુધી આપેલ આ પ્રવચન હૃદયને કેવું સ્પર્શી જાય છે તે તો આ વાંચ્યા પછી વાચક પોતે પણ કહી શકશે. ટ્રસ્ટીઓ: દિવ્યજ્ઞાન સંધ-મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. પ્રમોદ ભાવના : ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણ-કમલમાં મુજ જીવનનું અર્થ રહે. કાસણ્ય ભાવના દીન કૂર ને ધર્મવિહૂણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખમાંથી અશ્રુને શુભ સ્રોત વહે. માધ્યસ્થ ભાવના માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભે રહું; કરે ઉપેક્ષા એ મારગની તે યે સમતા ચિત્ત ધરું. ચન્દ્રપ્રભની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ તજીને મંગલગીતે એ ગાવે. દદ , G Page #6 -------------------------------------------------------------------------- ________________ રન ત્રયી માનવ જીવન એ ગુણરત્નોની ખાણ છે. એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ તે પરમ તેજથી ચમકતા મહારને છે. આપણે આ ત્રણ દિવસની પ્રવચનમાળામાં આ રત્નત્રયીનું ચિન્તન કરવાનું છે. હરે પણ છે તે પથ્થર જ ને! ખાય તે મરી જવાય, પાસે રાખે તે ડર રહે અને વાગી જાય તે લેહી કાઢે–એવા પથ્થર જેવા હીરાથી પણ લેકે આનંદ માણે છે, તે આધ્યાત્મિક હીરો–આધ્યાત્મિક રત્ન મળતાં તે માણસને કેટલે આનંદ થવો જોઈએ? ભગવાન મહાવીરે આધ્યાત્મિક વસ્તુને આ જડ રત્ન સાથે શા માટે સરખાવી? આધ્યાત્મિક ગુણ આગળ રત્ન શું હિસાબમાં? છતાં સરખામણી કરી છે. દુનિયામાં જેમ ચાંદી, સેનું ને ઝવેરાત કરતાં રત્નો કીમતી છે, તેમ અધ્યાત્મમાં આ રત્નત્રયી જેને મળી જાય તે ધનવાન બની જાય છે, તેને જન્મ સફળ Page #7 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. પરમ શાંતિમાં બિરાજમાન થવું હોય તો સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની પ્રાપ્તિ અનિવાર્ય છે. મોક્ષના માર્ગ ચાર છે : (૧) ભક્તિમાર્ગ, (૨) ગમાર્ગ, (૩) કર્મમાર્ગ અને (૪) આસનસિદ્ધિમા. પૂર્ણ વીતરાગ દશાને જેમણે અનુભવ કર્યો છે તેવા ભગવાન મહાવીરે કહ્યું છે કે, રત્નત્રયીનો માર્ગ સર્વોત્તમ છે. આમ તેમણે ઊંચામાં ઊંચો માર્ગ બતાવે. સમ્યગ્ર દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યગું ચારિત્ર પ્રાપ્ત થાય તે જે હેતુ માટે માનવ અહીં આવ્યા છે, જે હેતુ માટે માનવ જીવનને ધન્ય કહ્યું છે, તે જીવન ધન્ય બની જાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ રત્નત્રયીની ત્રિપુટી ન મળે તો બધું મળવા છતાં મનુષ્ય જન્મને આંટે નિષ્ફળ જાય છે. ' જે મેળવીને મૂકી દેવું પડે તે મેળવ્યાં છતાં ન મેળવવા બરાબર છે. રંગૂનમાં જે કરોડપતિ હતા તેમના પૈસા ત્યાંની સરકારે પડાવી લીધા. તેઓ અહીં આવ્યા તે ખાવાના પણ ફાંફા! તે એ કરોડપતિ શું કામના? ગમે તેટલું રળે પણ સાથે ન લઈ શકે Page #8 -------------------------------------------------------------------------- ________________ તે રળ્યું ન રન્યા બરોબર છેઆ જન્મમાં આપણે ખૂબ ભેગું કરીએ પણ અહીંથી જઈએ ત્યારે કાંઈ • પણ સાથે નહિ લઈ જઈ શકીએ તે ભેગું કર્યું ન ભેગું કર્યા બરાબર છે. મહાપુરુષે કહે છે કે એવું ભેગું કરો જે તમે સાથે લઈ શકે. તેઓ એમ નથી કહેતા કે છેડી દે. ધર્મ નથી કહેતે કે છેડી દે. ધર્મ તે કહે છે કે મેળવી લે. જેટલું ભરાય એટલું ભરો. આવો અવસર ફરી જીવનમાં નહિ મળે. એવું ભેગું કરો કે બધી વસ્તુ છૂટી જાય પણ જે મેળવેલું છે તે ન છૂટે. ધર્મમાં પ્રાપ્તિની વાત છે, છેડવાની નહિ, લેવાની વાત છે, ત્યાગની નહિ. આ તમારે સારું; ઊંચું લેવું હોય તે હલકું છેડવું પડે. ચણાને છેડે તે હીરાથી મૂઠી ભરી શકે. ઊંચી વસ્તુ લેવી હોય તો તુચ્છને છેડો. આનંદની પ્રાપ્તિ માટે કષાયને છોડ્યા વિના કેમ ચાલે ? ભોગમાં જીવ હોય તો પ્રભુને યોગ કેમ થાય? ચણા છેડ્યાં વિના હીરા કેમ મળે? - સાધને સિદ્ધિને નિર્ણય કરે છે. શુદ્ધ સાધને દ્વારા ચિત્ત શુદ્ધ થાય, અને શુદ્ધિથી સિદ્ધિ પ્રાપ્ત થાય. Page #9 -------------------------------------------------------------------------- ________________ કપડું સાબુથી ધૂઓ તે ઊજળું થાય પણ . અંધારામાં સાબુ જેવો દેખાતો કેલસ લઈને કોઈ ઘસઘસ કરે તે કપડું કાળું થાય કે ઊજળું ? પછી તમને કપડું કેટલું ઘસે છે તે નથી પુછાતું, પણ સાધન કયું વાપર્યું હતું તે પુછાય છે. મહેનત કેટલી કરી તે નહિ પણ સાધન કયાં વાપર્યા તે પુછાય છે. સાધન નબળાં તે મહેનત નકામી. શુદ્ધિ માટે સુંદરમાં સુંદર સાધન જોઈએ. સાધન હલકું કે નબળું હોય તો શુદ્ધિ જરા પણ ન થાય. શુદ્ધિ અને સિદ્ધિને આધાર સાધન પર છે. અધ્યાત્મનું ક્ષેત્ર ગગન કરતાં વિશાળ છે. અંત ન આવે એટલે વિશાળ એને રાજમાર્ગ છે. આત્માને માર્ગ અનંત છે, તો સાધને પણ અસંખ્ય છે. આપણે ચૂટેલા આ ત્રણ સાધનને વિચાર કરીએ. જે સાધનો દ્વારા શુદ્ધિ થાય અને શુદ્ધિ એટલે જ સિદ્ધિ. * સમ્યગ દર્શન, સમ્યગૂ જ્ઞાન ને સમ્યગ ચારિત્ર એ સાધન છે. મેક્ષ એ આપણું સાધ્ય છે. સમ્યગ દર્શન શી ચીજ છે? એ એક પ્રકારની રુચિ છે, પ્યાસ છે, ક્ષુધા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ કઈ વસ્તુ જોઈએ અને ગમી જાય, મનમાં ચાટી જાય, જોયા પછી વસ્તુની લગન લાગી જાય; થાય કે આ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરું, કેવા પ્રયત્નથી મેળવું, આ દિલની લગનને “સમ્યગ દર્શન” કહે છે. - આત્માની લગન લાગે, આત્મા માટે સંચિ જાગે, થાય કે આ બધું ખરું પણ અંદર રહેલાને પામું નહિ, શોધું નહિ તે આ જન્મને અર્થશે ? અંદરની વસ્તુ જોઈ પોતે તેના તરફ આકર્ષાઈ જાય તેનું નામ સમ્યગૂ દર્શન. બજારમાં થોડા પૈસા લઈને નીકળ્યાં ને ત્યાં તમને કીમતી વસ્તુ ગમી જાય, તમારા દિલમાં વસ્તુ ભાવી જાય; થાય કે ખરીદીને જ રહીશ. પણ તમારી પાસે પૂરા પૈસા નથી, તમે દુકાનદારને કહે છોઃ “મારે માટે આ રહેવા દે. ગમે તેમ કરીને પૈસા ભેગા કરીશ. મારી ખાતર તું આ વસ્તુ વેચીશ નહિ. એક વસ્તુ ગમી જાય તેને માટે આ કેવી તાલાવેલી! ' - અધ્યાત્મ માટે પણ આવી જ રુચિ પ્રગટવી જોઈએ. એક વસ્તુ ગમી ગઈ તે કુરબાન થઈ જવાય છે. એની પાછળ દુનિયા, પૈસા, સંસાર કે જીવન બધું જ કુરબાન છે. ત્યાગ કરનારને–જેણે ઘર વગેરે છોડ્યાં Page #11 -------------------------------------------------------------------------- ________________ છે એને કઈ એવી વસ્તુ ગમી ગઈ છે, જેની આગળ આ બધી વસ્તુ નાચી જ લાગે છે. * * - જેને આત્માની પસંદગી થાય, દર્શનને સ્પર્શ થાય એ ચારિત્ર પામે. તેને મન દુનિયાની વસ્તુને ત્યાગ સહજ વાત છે. જે વસ્તુ ગમે છે તે વસ્તુ પાછળ કઈ વસ્તુને ત્યાગ કરવામાં મુશ્કેલી નથી. આત્માની ઝાંખી થાય તે ત્યાગ, ત્યાગ જ ન લાગે. વસ્તુ છૂટી જાય. મનમાં એમ ન થાય કે કેટલું બધું છોડયું. થાય કે છેડયું, પણ મેળવ્યું તે ખરું ને ? એની પાછળ સમ્યગૂ દર્શન છે. ' એક વસ્તુની સાચી પ્રીતિ લાગે તે બીજી વસ્તુ સહજે છૂટી જાય. - કેઈ વેપારીને ઉપવાસ કરવાનું કહો તો કહે મારાથી ન બને. પણ જ્યારે ઘરાકી જામી જાય ને ખાવાને સમય ન મળે તે ઉપવાસ પણ થઈ જામ. જે લેકે એકટાણું પણ ન કરે તેને વ્યાપાર ખાતર ઉપવાસ કરતાં જોયા છે ને? વસ્તુ ગમી જાય પછી સહનશીલતાને પ્રશ્ન જ નથી. ભૂખના બદલામાં એને એવું કાંઈક મળે છે, જ્યાં ભૂખ, ભૂખ નથી રહેતી. Page #12 -------------------------------------------------------------------------- ________________ જે ત્યાગ કરે છે, ઉપવાસ કરે છે, તેને અંદરને આસ્વાદ મળે છે; એને તપશ્ચર્યા સહજ લાગે છે. સ્વાધ્યાય તેમ જ ચિંતનમાં ઉપવાસ કરનારને એ યાદ જ નથી આવતું કે આજે મેં ખાધું નથી. વસ્તુ પ્રત્યે લગન વિના જે કરશે તે ભારરૂપ જે લાગશે. લગન એટલે વસ્તુમાં વસ્તુને રસ. . જે વસ્તુ પ્રિય લાગે તેને માટે ગમે તેટલું કરે પણ કાંઈ નથી લાગતું. ઊલટાનું એમ થાય છે કે મેં એને માટે કશું જ નથી કર્યું. મા જ્યારે વહાલી દીકરીને કાંઈ આપે છે ત્યારે ગમે એટલું આપે પણ એને ઓછું જ લાગે છે. એક વસ્તુ પ્રિય લાગી પછી એને માટે ગમે એટલું કર્યા પછી પણ કાંઈ નથી કર્યું એમ થયા કરે છે. આત્મા માટે કરો પછી અહંકારનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? રાણકપુર કુદરતના ખેળામાં આવેલું રમણીય ધામ છે. અરવલ્લીના પહાડોના ખોળામાં મંદિર બેઠું છે. ધરણશાહને એવી તે કેવી લગન લાગી હશે કે જેણે જંગલમાં જઈને એ મંદિર ઊભું કર્યું! આજે તે લેકેને દરેક ઠેકાણે પિતાની તખ્તી જોઈએ જ્યારે આ મંદિરને બાંધનાર શેઠે જડત નથી. ધરણાશા કેણુ એ ખબર નથી પડતી. મંદિરમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૪ થાંભલા છે. તેમાં એક થાંભલા પર બે નાની આકૃતિઓ હાથ જોડીને ઊભી છે. જાણે કહી રહી છેઃ અમે કાંઈ કરી શક્યા નથી. જેના જીર્ણોદ્ધારમાં જ ૧૩ લાખ રૂપિયા લાગ્યા તો તેના બાંધકામમાં કેટલો ખર્ચ લાગ્યો હશે તેની કલ્પના કરે ! છતાં, કયાંય બંધાવનારનું નામ દેખાતું નથી. હાથ જોડેલાં પતિપત્નીમાંથી નમ્રતા નીતરે છે. ભગવાનની લગન લાગી હોય તે એમ જ કહે ને કે જે જોયું છે તેની આગળ અમે જે કર્યું છે તે શી વિસાતમાં છે? દર્શન એટલે ચિ. તેની પ્રાપ્તિ વિના બેચેની લાગે. ભગવાનના ભક્તો પાગલ લાગે કારણકે એ પિતામાં ખવાઈ ગયા છે, સતની પાછળ પાગલ થયા છે, વાત કરતાં પણ એને ભગવાનનું સ્મરણ આવે છે. - જ્ઞાન અને ચારિત્ર દર્શન વગર નકામાં છે. પહેલાં દર્શન થવું જોઈએ, ભગવાનને જોઈને મનમાં અહોભાગ્ય લાગવું જોઈએ. થાય કે આ ભગવાન મારા આત્માનું પૂર્ણ રૂપ છે. કષાયોને લીધે તેમને અધૂરે અંશ હું છું. તો હું પૂર્ણના ધ્યાનથી પૂર્ણ બનું એવી લગન, એવી રુચિ મને થવી જોઈએ. Page #14 -------------------------------------------------------------------------- ________________ મંદિરમાં ભગવાન કાંઈ એમ જ નથી દેખાતા. અંદર ભૂખ લાગવી જોઈએ; તે ભગવાન દેખાય. જેટલી ભૂખ તીવ્ર એટલી સેઈમીઠી, જેટલી ભૂખ ઓછી એટલી રઈ ફિક્કી. હું આત્મા અનંત શક્તિનો સ્વામી એ દેહમાં સમાઈને નાનકડી દુનિયામાં કેમ ભરાઈ બેઠો છું? હું, કે જે આ જન્મની પહેલા પણ હતું, અને આ મરણની પછી પણ રહેવાનો છું તે મરવાની ભીતિમાં કેમ ગભરાઈ બેઠો છું! મૃત્યુ કેનું ? દેહનું કે આત્માનું? દેહ મરે, આત્મા તરે; દેહ પડે, આત્મા ચઢે. એવા શાશ્વત આત્માની શ્રદ્ધા એ જ સમ્યગુદશન....આ સમ્યગદર્શનથી તે જીવન મીઠું બની જાય. • ' ચાણક્ય નાને હતે. એને ઘેર સાધુ વહોરવા આવ્યા. બાળકના દાંત જોઈને સાધુના મેં પર સુંદર સ્મિત આવ્યું. માએ કારણ પૂછ્યું. સાધુએ બાળકના દાંત જોઈને કહ્યું કે, આ બાળક સમર્થમાં સમર્થ સમ્રાટ થવાને હેય એવાં ચિહ્નો છે. મા ધર્મિષ્ઠ હતી. થયું કે, સમ્રાટ થવું એ એક ભવની વાત છે પણ સમ્રાટ થતાં સંહાર કરી દુર્ગતિએ જવું એ ભાભવની વાત છે. એના કરતાં સમ્રાટ ન થાય Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તે શું ખાટું ? માએ કાનસ લઇને દાંત ઘસી કાઢ્યા. ખળકને ખૂબ દુ:ખ થયું. મા બાળક માટે આ ભવનું નહિ પણ ભુવાભવનું હિત ઇચ્છે છે. બાળકના આત્માના હિત માટે મંનએ હૃદય કઠાર કર્યું. ચાણકય સમ્રાટ ન થયા પણ પછી સમ્રાટના સર્જક જરૂર થયે. તમે બાળકનુ શ્રેય ઇચ્છતા હા તે જીવનમાંથી ફૂટી ફૂટીને સારી વાતા કહેા. બાળકનુ મન કામળ, સુકુમાર, નિર્દોષ હાય છે. સારી વાત મૂકતાં બાળકના મનમાં સ્વપ્ના ઊભાં થાય છે. દરેક બાળક આગળ કાંઈ ને કાંઈ આદશ મૂકેા. એ આદશ માટે એનાં મનમાં વિચાર ઊભા કરો. તમે બાળક આગળ સારી વાત ન મૂકે, સુંદર આદશ ન મૂકા એટલે એ નિર્દોષ બાળક સિનેમામાંથી નકલ કરે છે, ખરામ શીખે છે. આ સ્વજના ગયા જન્મમાં હેતાં, આ જન્મમાં છે; આવતા જન્મમાં રહેવાનાં છે. આ જન્મમાં આવેલ સ્નેહીનુ સારુ કરીએ તે આવતાં જન્મે તેઓ ઊંચા આવે. બાળકોના મનમાં સુંદર વિચારાનાં બીજે વાવવાથી તેમની મનાભૂમિ પર તે વૃક્ષ બનીને આવે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ છે. બાળકને સુંદર વિચારે તથા સુંદર વાચન આપી તેમનું મન તૈયાર કરવાનું છે. પહેલા સુંદર મન, પછી જ ધન, આજે મન ઓછું, પણ ધન વધારે છે. - આત્મજ્ઞાનવાળી વ્યક્તિ સુખ અને દુઃખમાં સમાન રહે. પૈસાથી અહંકારી ન બને, નિર્ધનતામાં દીન અને કંગાલ ન બને. સાધનોની વિપુલતામાં એટલી જ નમ્રતા અને સાદાઈ રહે તે આ દષ્ટિના જ પ્રતાપે. ચરોતરમાં વિહાર કરતાં એક ધનાઢ્ય ભાઈ મળ્યા. તેમના કપાળમાં મોટે ઘા હતે. ગરીબાઈ માંથી શ્રીમંત થયા હતા. સાદાઈથી રહે અને પૈસા દાન વગેરેમાં વાપરે. એમના કપાળના ઘા વિશે પૂછતાં તેમણે કહ્યું કે, “આ ઘા મારે ગુરુ છે, તેણે ગુરુનું કામ કર્યું છે. નાનપણમાં હું એક ધનવાનના મકાનની બાજુમાં રહેતો હતો. ધનવાનના દીકરા રમવા આવે ત્યારે કેઈવાર ખિસ્સામાંથી ચોકલેટ વગેરે કાઢીને ખાય અને કોઈવાર મને “આપે. એકવાર તેમની માએ આપવાની ના કહેવાથી મને ન આપી. બાળકો માએ આપેલ વિચારોનું પ્રતિબિંબ છે. હું ઘેર જઈ રડવા લાગ્યા. માએ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઘણું સમજાવ્યું પણ મેં હઠ પકડી. માએ ધનવાનને હાથ જોડીને કહ્યું કે તમે તમારાં છોકરાંઓને ઘરમાં ગમે તે ખવડાવે પણ બહાર જઈને અમારાં કરાંનાં દેખતાં ખાય ને એ જોઈને અમારાં છોકરાં અમારી પાસે માગે ને અમને હેરાન કરે એ ઠીક નહિ. આ સાંભળી શેઠાણું તે ગરમ થઈ ગઈ કહેઃ “મારાં છોકરાં બજારમાં અને શેરીમાં બધે ફાવે તે ખાશે.” અને મારી માને બહાર કાઢી. હું સમજ્યો કે મા અંદર ચોકલેટ લેવા ગયેલી છે. મા નીકળી એટલે મેં ચેકલેટ માગી. માને દુઃખ થયેલું, અપમાન થયેલું એટલે મારી આ માગણીથી ગુસ્સે થઈ, ને બાજુમાં પથ્થર પડેલે તે ઉપાડી મારા પર ઘા કર્યો. મને લાગ્યું, લોહીની ધારા નીકળી. માને ઘણું દુઃખ થયું ને હું ફરીથી માગવાનું ભૂલી ગયા. મેટ થયે, પૈસાદાર થયે, પણ ઘા રહી ગયે. રોજ અરિસામાં મેં જોતાં ઘા યાદ આવે છે. એની પાછળ રહેલી જિંદગીની વાત યાદ આવે છે. એ ઘા જાણે કહેતે હોય છેઃ “બીજાનાં સુખે તારા કપાળમાં ઘા કર્યો પણ હવે તારું સુખ બીજા કેઈના કપાળમાં ઘા ન કરે તે ધ્યાન રાખજે.” મેં મારા ઘામાંથી આ પાઠ. લીધે, મેં એને મારે ગુરુ માને.” દરેક માણસે એ વિચારવાનું છે કે આપણું Page #18 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક સુખ બાળકને પણ કેમ મળે. એવું જ્ઞાન એને કેમ પ્રાપ્ત થાય જેથી કેઈકના કપાળમાં એ ઘા કરી ન બેસે, સમાજને નુકસાન ન કરી બેસે. આ જવાબદારીની વાત છે. એ માટે પહેલાં આપણને એવું દર્શન થવું જોઈએ, એવી લગની લાગવી જોઈએ કે જેથી આત્મા શુદ્ધ બને. આ આત્મા સર્વમાં છે, ગયા જન્મમાં હતો, આ જન્મમાં છે અને હજુ પ્રવાસ ચાલુ જ છે, એવું જ્ઞાન થાય. ઉપવાસ, ધ્યાન, તપ જે કરે છે તે આત્માની નિર્મળતા માટે છે કારણકે એમ કરતાં કરતાં શુદ્ધિને અનુભવ થાય છે. આત્મા છે એવી પ્રતીતિ થઈ એ દર્શનની શરૂઆતનું લક્ષણ છે. મોક્ષ મળે એટલે દર્શનની પૂર્ણાહુતિ. આત્માની ઓળખ એટલે દર્શનને પ્રારંભ અને કર્મોથી આત્માની મુક્તિ એ દર્શનની પૂર્ણાહુતિ.. - તમે માત્ર આ દેહને જ ઓળખે છે – આત્માને ભૂલીને. આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી કંઈ નથી. જે પિતાને જ ન ઓળખે, આત્મા છું, તિર્મય છું, ત્રણ કાળમાં મરવાને નથી ન જાણે તે તે બીજાને ચૈતન્યરૂપે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કેવી રીતે ઓળખે? જે પિતાને જ જડરૂપે જુએ, અને માને કે પિતે પંચભૂતનું પૂતળું છે તે પિતાનાં સગાંઓને પણ પંચભૂતનાં પૂતળાં જ સમજે ને? જે પિતાને આત્મારૂપે ઓળખે છે તે જ અધ્યાત્મની ઓળખદ્વારા જગતમાં ચૈતન્યને ધબકાર જુએ છે. એને એમ થાય કે બધામાં મારા જે આત્મા પડ્યો છે. જેનામાં આત્મજ્ઞાન નથી તેના દુ:ખને પાર નથી. આવા માણસે માત્ર શરીરને ઓળખે છે અને શરીરમાં થોડું ખરાબ થાય તે તેને દુઃખ થાય છે. - ભારતીય સંસ્કૃતિ કહે છે કે સ્ત્રી-પુરુષે લગ્નમાં પણ એ વાત ભૂલવાની નથી કે માત્ર સંસારના તુચ્છ ભંગ માટે આ જોડાણ નથી, પણ ધીમે ધીમે મેક્ષમાર્ગના સાથી થવા જોડાયા છીએ. આ ભારતીય સંસ્કૃતિમાં પતિ માંદે થાય કે અપંગ થાય તે નભાવવાની ભાવના છે. પત્ની બીમાર થાય કે લાંબી માંદગીમાં આવી જાય તે ય પતિ એની કાળજી કરુણપૂર્વક લેતે રહે છે. જ્યાં ધર્મ નથી ત્યાં પતિ લાંબા સમય માં રહે તે છૂટાછેડા લેવાય છે. કારણકે પંચભૂતનાં શ્ન ? જીરું થયું જ પડે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઓળખાણ થતાં સંસાર અનાસકિતવાળ અને ઉચ્ચ વિચારણાનું ધામ બને છે. અત્યારે લેકે તુચ્છ સ્વાર્થ માટે ભેગાં થયાં છે. ઊણપ આવી લે તમે તમારે રસ્તે અને હું મારે રસ્તે. બન્નેના રસ્તા જુદા. પણ આત્માની ઓળખથી તે બન્ને એકબીજાને માટે સહન કરે છે. અંજના સતીને પતિને વિયાગ ૨૨ વર્ષ રહ્યો. પવનંજય સામે જુએ કે નહિ પણ બાઈ કહે કે, આ તે શરીરની વાત છે; ચાલે સંયમ પળાશે; તે છતાં એના આત્માને હું તારીશ. ૨૨ વર્ષે જ્યારે પવનંજયની આંખ ઊઘડે છે ત્યારે પશ્ચાત્તાપ થાય છે. રડે છે. કહે છે કે, “હું દુષ્ટ હતા.” પત્ની કહે છે કે, “તમે દુષ્ટ હતા જ નહિ. જે દુષ્ટ હતા તે આંસુ ક્યાંથી? હવે તો દુષ્ટતા પણ દેવાઈ ગઈ.” જાણે કે ૨૨ વર્ષમાં કાંઈ બન્યું જ નથી. આવી વાત આત્માની ઓળખાણથી થાય. રત્નત્રયીની ત્રિપુટી જીવનમાં આવી જાય, ઓળખ થાય તે સંસાર જુદો જ બને. પછી તમે સાથે રહો પણ ઊર્ધ્વગતિએ પહોંચવા સદા તત્પર રહે. - આત્માની ઓળખાણ પછી નવમે ભવે રાજુલા Page #21 -------------------------------------------------------------------------- ________________ અને નેમ મેક્ષ પામ્યાં. ને મે જ્યારે રાજુલને પરણવાની ના કહી ત્યારે રાજુલ તેની બહેનપણીને કહે છે, “એ ભલે હાથ પર હાથ ન મૂકે, પણ માથા પર તે હાથ મૂકશે ને?” આ આત્માની ઓળખાણ છે. . . આત્મા છે એ જાતની સમજણ થાય ત્યારે દર્શનનો પ્રારંભ થાય. એ માગે સાધના કરતાં કરતાં આત્માકમમાંથી મુક્ત થાય. આત્મા કષાય અને વિષયથી મુક્ત થયે એટલે દર્શનનું કામ પૂર્ણ થયું. આત્મા માટે તલસાટ, ભૂખ તે સમ્યગ્રદર્શન. હું ચેતન છું એ દર્શન. જ્યાં સુધી દર્શન નથી, ત્યાં સુધી હું શરીર છું; દર્શન થાય એટલે હું આત્મા છું. શરીરને સુખદુઃખના આઘાત-પ્રત્યાઘાત લાગે છે. આત્મજ્ઞાનીને સુખદુઃખના આઘાત-પ્રત્યાઘાત નથી લાગતા. . આત્મા સ્વામી છે, દેહ દાસ છે. આત્માએ શરીર ધારણ કર્યું છે. શરીર ધારણ કરનાર સ્વામી ધારે ત્યારે દેહને ફગાવી શકવાની સ્વતંત્રતા ધરાવે છે. જેમ કેઈ માલિક કહે કે આ નેકરે છે, તેમ આત્મા કહે કે આ મારું શરીર છે. “મારાને અર્થ Page #22 -------------------------------------------------------------------------- ________________ મારાથી ભિન્ન એમ થાય છે. એક્તા હોય તે તે સંબંધની છે સંબંધ તૂટતાં આત્મા જુદે અને દેહ જુદે. સંબંધ પૂરો થયો એટલે દુઃખ પણ દૂર થયું. ઘણાય એવા સુકુમાર શરીરવાળા માણસ છે, જેમનાથી જરીયે તાપ સહન ન થાય, પણ સંબંધ પૂરો થતાં આત્મા આગળ વધે છે, પછી પાછળ રહેલા શરીરને બાળવામાં આવે છે; અને છતાં એ ફરિયાદ કરે કે મારાથી તાપ સહન નહિ થાય ! આ વાત વિવેકદષ્ટિથી વિચારવાની છે–મૃત્યુ પછી નહિ પણ જીવતાં સમજવાની છે; દ્રષ્ટા બની આ વસ્તુને જેવાની છે. દ્રષ્ટાની દષ્ટિ મળતાં તમે આજે જેને સ્વ માને છે તે પર લાગશે. વસ્તુમાંથી સ્વત્વ નીકળી જતાં નિર્મમત્વની શાન્તિ મળશે. પછી શરીર પર દુઃખ થતું દેખાશે, પણ દુઃખને સ્પર્શ નહિ થાય દ્રષ્ટા બની જેનારને દુઃખ પડે ખરું, પણ સ્પશે નહિ. - આ પ્રયોગ બહુ વાર કરે પડશે. પ્રારંભમાં કઠિન લાગશે પણ ધીરે ધીરે દષ્ટિ ખીલતાં ભિન્નતાનું જ્ઞાન વધતું જશે. પ્રાગ વગર આગળ નહિ વધાય. પ્રસન્નતાપૂર્વક ઉપવાસ કરતા અને ઉપવાસ કરી પ્રસન્નતા માણતા સાધકને તમે જોયા છે? ભૂખ્યા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ છતાં પ્રસન્ન. ભૂખ લાગે પણ સ્પર્શે નહિ. અંદરની જાગૃતિનુ આ જીવંત પરિણામ છે. સમ્યક્ત્વની આ એક ભૂમિકા છે, જેનાથી ચિત્ત સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે., સપત્તિની જેમ વિપત્તિને પણ એ સ્વીકારે છે. એવી ભૂમિકાએ પહેાંચેલા આત્મા સસ્મિત કહેશેઃ તરંગે ગમે તેટલા આવે પણ નૌકા તરવા તૈયાર છે. સ`પત્તિની ભરતી આવે કે વિપત્તિની એટ, પણ અમારી નૌકા તે તરવાની જ. જીવન હૈં તો સુખ અને દુઃખ આવવાં જ રહ્યું? જીવનને એ માગ છે. આપણી આસપાસ બધા જ્ઞાની નથી. આપણે ઘણાઘણા અજ્ઞાનીએથી ઘેરાયેલા છીએ. ઘણીવાર મહાનમાં મહાન પુરુષોને એમના જીવનકાળ દરમિયાન એમના ઘરનાં પણ એમને નથી એળખી શકતાં; એ અણુપ્રીછચાં જ રહી જાય છે. એમ જ લાગે કે ઘરના માણસા જાણે ધ શાળામાં આવી રહેલા મુસાફરાની જેમ વસે છે. જ્ઞાનાષ્ટિને કારણે એકબીજાથી અલિપ્ત રહેતા હેાય તા તેમની આ જળકમળવવત્ સ્થિતિ વિશે સમજી શકાય, પણ આ તે અજ્ઞાનના માર્યા અજાણ્યા રહે છે. આપણાં પ્રિયમાં પ્રિય સ્વજના પણ આપણુને અંદરથી નહિ પણ બાહ્ય દૃષ્ટિથી જુએ છે. અંદરથી Page #24 -------------------------------------------------------------------------- ________________ જોવા માટે તે આંખ જોઈએ. જે પિતાને જ ન જુએ તે સામાના આત્માને કેમ જુએ ? આમાં માત્ર સામાનો જ વાંક નથી. જેમ એ તમને નથી જોઈ શકતા તેમ તમે પણ તમારા સ્વજનને અંતરદષ્ટિથી નથી જોઈ શકતા. અજ્ઞાનીઓની આ કેવી વિષમતાભરી એકલતા છે? સમ્યગદર્શનથી આત્મદષ્ટિ ખૂલે પછી માનવી દેહને નહિ, દેહધારીને જુએ છે; શરીરને નહિ, આત્માને જુએ છે. ભૌતિક જ્ઞાન વસ્તુઓને સંગ્રહ કરાવે છે, આત્માનું જ્ઞાન સંગ્રહમાંથી મુક્ત કરાવે છે. વિજ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાધને બંધનકારક બને છે, જ્યારે આત્મજ્ઞાનથી પ્રાપ્ત સાધનો બંધનમાંથી મુક્ત થવામાં સહાયક થાય છે. આ જ્ઞાન એ સમ્યગૂ જ્ઞાન છે. એક નૌકામાં આઠ પ્રવાસી છે. એ સૌ યુવાન અને ભણેલા છે. દરેક જુદા જુદા વિષયમાં સ્નાતક થયેલા છે. નાવ પાણીમાં તરતી આગળ જઈ રહી છે. અડધે પટે ગયા પછી કેઈએ પૂછયું કે, કેટલા વાગ્યા હશે? જવાબ આપવાને બદલે સૌ યુવાન મશ્કરી કરવા નાવિકને જ પૂછે છે: “ભાઈ, તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે !” નાવિક કહેઃ “મને વાચતા જ આવડતું નથી ત્યાં ઘડિયાળ રાખીને શું Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કરું?” સૌ બેલી ઊઠે છે: “તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. વાચતાં પણ ન આવડે?” થોડી વારમાં શહેર નજીક આવતું દેખાયું. ટાવરમાં ટકરા પડે છે. યુવાને પેલા નાવિકને પૂછે છે “વાચતાં તે ન આવડે પણ બરાબર ગણતાં તે આવડે છે ને? ગણ જોઈએ, કેટલા ટકોરા થયા?” “ભાઈઓ, મને ગણતાં ય બરાબર નથી આવડતું.” ત્યારે સૌ ખડખડાટ હસી પડ્યા અને કહેઃ “તારી પાણી જિંદગી પાણીમાં ગઈ.” ડીવાર પછી ઉપરવાસથી પૂર આવતું દેખાયું. નાવિકે જાહેર કર્યું: “પૂરનું ખૂબ જોર છે! પૂર આવી પહોંચતા નૌકા કદાચ ગુલાંટ પણ ખાઈ જાય. તમને તરતાં આવડે છે?” કેઈને તરતાં આવડતું નહોતું. એટલામાં પૂર આવ્યું. નાવ ડૂબવા લાગી. નાવિકથી ન રહેવાયું. એણે કહ્યું: “મારી પિણી જિંદગી પાણીમાં ગઈ, પણ પા બચી જશે; જ્યારે તમારી તે હવે આખી જિંદગી પાણીમાં જવાની. અહીં તરવાના જ્ઞાન સિવાય બીજું બધું જ્ઞાન નકામું છે.” આ વાત સૌને લાગુ પડે છે. તમને બીજુ બધું જ્ઞાન છે, બધી રીતે હોશિયાર છે, આ બધું ખરું, પણ સંસારસાગરમાં કેમ તરી જવું તે આવડે Page #26 -------------------------------------------------------------------------- ________________ છે? જ્ઞાનીઓ કહે છેઃ ભવસાગરને કેમ તરી જ તે જાણે તે જ્ઞાની. જ્ઞાનની બે શાખા છે: વિષયપ્રતિભાસ અને આત્મસ્પશી. પહેલું જ્ઞાન ભાડે મળે. સ્કૂલ અને કોલેજમાં પણ મળે. આત્મસ્પશી જ્ઞાન ભાડે નથી મળતું; એને માટે અંદર ડૂબકી મારવી પડે છે, પિતે પિતાને પ્રશ્ન કરી, પિતાને જાણ પડે છે. આવા જ્ઞાનવાળે દુનિયામાં વસતાં જેમ હસે છે તેમ દુનિયાને છોડતે હોય છે ત્યારે પણ હસતે હસતે છોડી શકે છે. ભગવાન મહાવીરે દેહ છેડતાં પહેલાં સેળ પ્રહરની છેલી દેશના આપેલી. તેમને થયું કે મારી પાસે જે છે તે સૌને આપતો જાઉં. જ્ઞાનના ખજાના જેવું ઉત્તરાધ્યયનસૂત્ર માનવજાતને આપ્યું. આ સુધાની વૃષ્ટિ પ્રસંગે પણ તેમના મુખકમળ પર કે આહૂલાદ હતો! એમને એમ જ થતું હશે ને કે જતાં જતાં જગતનાં હૃદયના પ્યાલા જ્ઞાનથી છલકાવી જાઉં! * * - જેને મરતાં આવડે તે જ કહેવાય. એક તત્વજ્ઞાનીએ કહ્યું છે. અકસ્માતને બાદ કરતાં મને કહે કે કેણ કેમ મરી ગયે, તે હું કહીશ કે એ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કેમ જીવી ગયે, મરણ એ જીવનનું સરવૈયું છે. અકસ્માતમાં પૂર્વજન્મનું કામ ચાલ્યું પણ આવતું હોય એટલે એમાં માણસનું કંઈ ન ચાલે. પણ તે સિવાય સામાન્ય રીતે તે જીવન જેવું જિવાય તેવું જ મૃત્યુ થાય. જીવનને વળ મૃત્યુના છેડામાં છે. વિવેકી માણસ જીવનને છેડે સુંદર કેમ થાય તેને જ વિચાર કરે છે. એટલા માટે આ સમગ્ર દર્શન પછી સમ્યક્ જ્ઞાનની જરૂર છે. આત્મા શું છે, ક્યાં જવાનું છે, કેવી રીતે કર્મથી ભારે થાય છે, કેમ મુક્ત થાય અને અમૃતતત્વનો ભક્તા બને તે જાણવાનું છે. યાજ્ઞવલ્કય આત્મસાધના કરવા અરણ્યમાં જતાં પહેલા પોતાની બધી સંપત્તિ વહેચે છે. આ જઈ પત્ની મિત્રેયીએ તેમને પૂછ્યું: “આપ મને પણ શું આ સંપત્તિ જ આપવા માગે છે ? અને એ જે આપવા જેવી વસ્તુ હોય તે આપ એને ‘તજવા કેમ તત્પર બન્યા છે? આનાથી મને અમૃતનું તત્વ મળવાનું ખરું? જેનાથી અમૃત ન મળે તે લઈને હું શું કરું? જે લીધા પછી છેડવું પડે તે લીધું પણ શા કામનું? મને તે તમે જે સાધનાથી આત્મતત્ત્વ પામવાના છો એ બતાવે.” Page #28 -------------------------------------------------------------------------- ________________ " આ આત્મજ્ઞાન પામવા શાન્તિની પળોમાં ચિન્તન કરવાનું છે. શાન્ત વાતાવરણમાં જ તળિયે રહેલી વસ્તુ દેખાય છે, ધાંધલમાં કંઈ ન દેખાય. તમે ધ્યાન કરવા બેસે છે ત્યારે પણ તમારી આગળ-પાછળ ખેંચતાણ હોય છે. તમારા મન પર કેટલું બધું દબાણ છે? સુખીમાં સુખી માણસ પણ આ દબાણથી મુક્ત નથી. આવો માણસ શાંતિની લહેજત કેમ માણી શકે ? વધારે સાધન એટલે વધારે દેડ! રે, ખાવામાં ય શાન્તિ ન હોય તે સ્વાધ્યાય માટે તે હેય જ. ક્યાંથી? તમે સુખી છે ? સુખ શું છે? સુખ એટલે શાતિ. તમને શાન્તિ છે? જ્યાં સુધી શાન્તિ ન સંભવે ત્યાં સુધી વસ્તુનું દર્શન કેમ થાય? સ્નાન કરતાં, પાણીના હોજમાં તળિએ જઈ પડેલી હીરાની વીંટી પાણીમાં તરંગે હોય તે ન દેખાય. પાણુ નિર્મળ થાય અને તરંગ શાન્ત થાય તે જ દેખાય. તેમ હૃદયની વસ્તુ પણ ક્યારે દેખાય ?. ચિત્ત શુદ્ધ થાય અને શાન્ત થાય ત્યારે. - અજ્ઞાનીનું કામ તરંગ વધારવાનું છે, જ્ઞાનીનું કામતર શાન્ત કરવાનું છે. જેટલા તરંગો ઓછા તેટલી શક્તિ વધારે. જેટલી વસ્તુ વધારે તેટલા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તરંગે વધારે. ઘણીવાર તે આખો માણસ જ એમાં દટાઈ જાય છે. વસ્તુઓ માણસને ઉપર લાવવા માટે હોય, નહિ કે એને ઢાંકી દેવાં. જેમ પિલા અજ્ઞાની ભકતભગવાનની પૂજા કરવાને બદલે ભગવાનને જ ફૂલેથી ઢાંકી દે છે, તેમ માણસ વસ્તુઓથી ઉપર આવવાને બદલે પોતે જ વસ્તુઓથી ઢંકાઈ જાય છે. આ બધાં Means છે, End નથી. સાધન છે, સાધ્ય નથી. સાધન અને સાધ્યને ભેદ સમજાતાં તમે જ તમને પૂછશેઃ હું મારે શેઠ છું કે નકર છું? વાતાવરણે માણસની પરિસ્થિતિ પર નિર્ભર છે. માણસ નિર્બળ તે વાતાવરણ બળવાન. માણસ સબળ તે વાતાવરણ નિર્બલ. પછી વાતાવરણ માણસને નહિ, માણસ વાતાવરણને બદલે છે. તમારી શાન્તિના ભેગે તમે કંઈ જ ન કરે. સ્વાધ્યાયની મજા શાન્તિમાં છે. સ્વનું અધ્યયન તે સ્વાધ્યાય. આ સ્વનું અધ્યયન શાન્તિ વિના કેમ થાય ? તરંગે વિહોણા શાન્ત જળમાં જેમ સ્પષ્ટ પ્રતિબિમ્બ પડે છે તેમ નિર્વિકારી અને વિકલ્પ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિહોણા શાન્ત રાવ શિવમાં કે હું અનુભવ–પ્રકાશ ઝિલાય છે. હું કોણ છુ ” એને અનુભવ નથી એટલે જ લોકો પરદત્ત નામના મેહમાં ફસાયા છે. નામના માટે માણસ પરેશાન પરેશાન થઈ જાય છે. ઘણુંવાર તે એ નામની આ ભૂખને તૃપ્ત કરવા ધર્મ સ્થાનમાં અને સાધુસંત પાસે પણ જતા હોય છે. ત્યાં ધર્મ કરતે કરતો પણ પિતાનું નામ કેમ વધે તે આડકતરી રીતે જેતે રહે છે. નામની મહત્તા એટલી બધી છે કે મરણ–પથારીએ પડેલા માણસનું નામ બોલે એટલે એ આંખ ઉઘાડે. તે વખતે ઘરના કેઈ યાદ ન આવે પણ પિતાનું નામ તો યાદ આવે જ. વિચારી જુઓઃ નામ જન્મથી નથી લાવ્યા; નામ પાડેલું છે, આપેલું છે, બીજાએ દીધેલું છે; છતાં તે માણસના મનને કેવું વળગ્યું છે! ઊછીની વસ્તુ પર પણ કેટલે મેહ! જે સાધક આત્મલક્ષી છે, તે કઈ પણ પ્રકારની પદવીથી રાજી નહિ થાય. તેને નામથી નહિ, રામથી કામ છે. એનું નામ ભૂંસાઈ જાય તેય એને દુઃખ ન થાય. એ જાણે છે કે હું તે અનામી છે. નામ કેઈએ આપ્યું હતું અને એમણે જ ભૂંસી નાખ્યું. નાની નાની વાતમાં લેકો અકળાઈ જાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્મના અજ્ઞાનને લીધે માણસે આળા મનના થઈ ગયા છે. એમને નાની નાની વાતમાં અપમાન લાગે. જરીકમાં નારાજ થઈ જાય. પણ એ ભૂલી જાય છે કે જે પિતાની જાતનું જ ગૌરવ ન સમજે તે તમને ગૌરવ ક્યાંથી આપે ! જે પોતાને સમજે છે તે જ બીજાને સમજવા કંઈક સફળ થઈ શકે છે. એક જાહેર પ્રવચનમાં પ્રવચન શરૂ થતાં પહેલાં, એક આગેવાન ભાઈ મારી ઓળખ આપવા ઊભા થયા. મને મનમાં થયું. પહેલાં તું તારી ઓળખ તે આપ. જેની ઓળખ આપવાની છે તેની કઈ આપતું નથી; બારદાનની જ વાત કરે છે, માલને તે કઈ પૂછતું જ નથી ? " કેઈ આપણું માટે બોલે તે વિચારવું કે ઠીક છે, એ મારા વિષેને બાંધેલ એમને અભિપ્રાય છે; મારી ઓળખાણ નથી. અભિપ્રાય બધા ચર્મચક્ષુના છે, ઓળખ દિવ્ય નયનની છે. દિવ્ય નયનમાં હું કોણ છું તેની જાણ છે. એ જ્ઞાનદષ્ટિ છે. આ દષ્ટિના વિકાસ પછી લોકો પૂછે તે પોતાનું નામ જરૂર બતાવે, પણ અંદરથી ન્યારો રહે-એમાં આસક્ત ન થઈ જાય. આ દષ્ટિ આવતાં સંપ્રદાયને મેહં એની મેળે જ વિલીન થઈ જશે. એકતા માત્ર ભાષણોથી નહિ, સમજણથી આવે છે. આત્માની Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સાચી સમજ વધતાં ગચ્છ અને ફ્રિકાએનાં બંધન એની મેળે જ તૂટી જશે. ઝાડ માટું થાય તે વાડ રહે ? અરે, ઘણીવાર તેા ઝાડના વિસ્તાર વાડને તેાડી નાખે છે! આત્માની સમજ વિનાની એકતા એ ઉપરની એકતા છે. નીચે નામને મેહુ તે છુપાઈ ને બેઠા જ છે; નામનાની જરાક તક મળતાં એ એકતામાં તડ પડતાં વાર નહિ લાગે ! અજ્ઞાનીએની એકતા પાણીથી બાંધેલા રેતીના લાડુ જેવી છે. તાપ પડતાં એ છૂટા પડ્યા વિના નહિ રહે. સંમ્યક્ જ્ઞાનની દૃષ્ટિ જ કેાઈ આર છે; એમાં સહજ સંપ—શુદ્ધ પ્રેમ છે. આ દૃષ્ટિમાં આત્માનુ જોડાણ છે. નામ આગળી ગયું છે. ખસ, પછી આત્માઓની .પ્રેમમય સૃષ્ટિ જ છે, આત્મમિલનના પરમ રસ છે, આત્મદૃષ્ટિ રસેશ્વર છે. તમને કાચમાં જોવાની કળા આવડે છે? તમે તમને બરાબર જુએ છે ? અંદર કાણુ દેખાય છે ? આત્મા દેખાય છે કે શરીરનુ' પ્રતિબિમ્બ દેખાય છે ? અંદર દેખાય છે તે તું નથી; તુ' તા, નથી દેખાતે તે તુ છે. શરીર દેખાય છે, પણ તે દેખી શકતું નથી. તે તેા શરીરની અંદર, આંખની • ખારીની પાછળ બેઠા છે, કાચની સામે તે પૂતળુ ઊભુ` છે. પૂતળુ પાતે પાતાને જોઈ શકતું નથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ આત્મા પ્રયાણ કરી જતાં આ પૂતળું થવું જ પિતાને જેવા કાચની સામે ઊભું થવાનું છે? મેલે જે નિરાકાર છે તે આ આકારને જોઈ રહ્યો છે. આકાર બદલાયા કરે છે. નાનામાંથી મેટે થાય, મોટામાંથી વૃદ્ધ થાય; વૃદ્ધ થતાં ઘસાઈને ક્ષય થાય! યૌવનમાં માંસથી લસલસતી કાયા ઘડપણમાં મૂઠીભર હાડકામાં ફેરવાઈ જાય છે ને? આ બધી વધઘટ છે. વધઘટ એટલે પુદ્ગલ. પુદ્ગલની વ્યાખ્યા જ એ કે પુરાવવું અને ગળવું. ભરાય, ખાલી થાય. કેવી રીતે ભરાય અને કેવી રીતે ખાલી થાય તે વિચારે એટલે પુદ્ગલની અસારતા અને ચંચલતા સમજાશે. . કેઈએ પૂછેલું કે શરીર અને આત્માને જુદાં કેમ જાણવા? પૂછનાર ભાઈ સુખી હતા. જ્યાં જાય ત્યાં કેમેરો તે તેમની પાસે હોય જ. ફટાના ભારે શેખીન. ' . મેં કહ્યુંજેની વધઘટ-ક્ષય અને વૃદ્ધિ થાય તે શરીર; અને જે સદા શાશ્વત, અક્ષયી તે આત્મા. તમે તમારા ફેટા પાડ્યા કરે છે પણ શિશવથી આજસુધીના વિવિધ ફટાઓને ક્રમશઃ ગોઠવી, કેઈક દિવસ વિચાર તે કરે કે આમાં હું કોણ? આ ભારે ધારી તે ભાઈ Page #34 -------------------------------------------------------------------------- ________________ બાબો કે આ યુવાન? તમને ખ્યાલ આવશે કે આ જે દિવસરાત બદલાયા કરે છે અને વધઘટ થયા કરે છે તે હું નથી; આ તે મારી અવસ્થા છે. હું તે અવસ્થાથી પર છું. સ્થિર છું. પેલા મસ્ત આત્માએ ગાયું છે– જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. હંસલે માને છે-એ તે એ જ છે–પણ આ દેહદેવળ જૂનું થયું છે. આ સમજણે જ ગીઓ સદા મસ્ત રહે છે. તેમને ઘડપણ આવે, પણ સ્પશે નહિ. મૃત્યુ આવે તે કહે: “ચાલે, હવે નવા ઘરે જઈએ.” આ અનુભવ થાય તે આનંદની સુવાસ લેતા લેતા જિવાય અને જીવતાં જીવતાં આનંદની સુવાસ ફેલાવાય. આમ માણસનું જ જીવન પ્રેરણું બનવું જોઈએ. જેનું જીવન પ્રેરણારૂપ નથી તેને તે એને પુત્રે પણ પ્રેમથી યાદ નથી કરતા અને કહે છે: “પૈસા મૂકી ગયા એમાં શું નવાઈ કરી ગયા? સાથે લઈ જવાતા હતા તે એક પૈસે પણ રહેવા ન દેત. શું કરે? લઈ ન જવાય એટલે મૂકી જ જાય ને?”. . સંસ્કાર વગરના ઘરોમાં તે પુત્રપુત્રીઓ માતાપિતાને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પગે લાગતાં ય શરમાય. વારસે જોઈએ છે, વન નહિ; પૈસા જોઈએ છે, માબાપના પ્રેમ નહિ, સારા કામ તેા કરવા નથી. પ્રેરણારૂપ બનવુ નથી. લેાકે એને યાદ કરે તે માટે એ જ્યાં જાય ત્યાં ધમ શાળામાં પણ કાળા કોલસાથી પેાતાનુ નામ લખે. નામ ઊજળું કરવાને બદલે કાળું કર્યું. નામ દીવાલ પર નહિ, પણ હૃદયમાં રહે છે. કાલસાથી નહિ, પણ પ્રેરણામય જીવનથી લેકસ્મૃતિમાં અમર થવાય છે. પ્રભાતે પ્રતિક્રમણમાં ખેાલાતી ભરતેશ્વરની સ્તુતિમાં કેાનાં નામ ગવાય છે ? ભરત, સીતા વગેરે. સતા અને સતીએ પેાતાના અકલંક શીલના તેજથી આજ પણ જીવંત છે. એમના યશનામના રણકે ત્રણે ભુવનમાં પ્રભાતના મગળમય વાતાવરણમાં ગુંજે છે. પ્રેરણાદાયી જીવન ‘સ્વ’ અને ‘પર’ બને માટે કલ્યાણપ્રદ છે. જ્ઞાનના પ્રકાશથી જેએ જીવન જીવે છે, તેએ પ્રકાશ દ્વારા જીવન અને મૃત્યુ અનેને જાણે છે એટલે એ અભય છે. આ જન્મ પહેલાં પણ જીવન હતું અને આવનાર મૃત્યુ પછી પણ જીવન રહેવાનુ છે. આ કિનારે પણ જીવન છે અને સામે કિનારે Page #36 -------------------------------------------------------------------------- ________________ પણ જીવન છે. વચ્ચે જન્મમણમાં પ્રશ્ન એ ક-વાસનાને લીધે આ આત્માને જન્મમરણના ચક્રાવામાં પરિભ્રમણ કરવુ પડે છે. જેમ કેાઇ તુખડા પર કીચડના થર જામ્યા હાય તા તે કીચડના કારણે એટલા સમય પૂરતું પાણીમાં ડૂબે, પણ ઉપરના કીચડ અને કચરો દૂર કરો એટલે એ તરત અદ્ધર આવે અને પાણીની સપાટીની ઉપર આવી તરવા લાગે. આત્મા પણ વાસના અને કર્મોના કીચડને કારણે જન્મમરણની સરિતામાં ડૂબે છે. એ વાસના દૂર થતાં આત્મા એક ક્ષણમાં ઉપર આવે, એને ઉપર લાવવા નથી પડતા, એ આવે જ. ઉપર આવવુ એ જ એના સ્વભાવ છે. દ્વીપકની ન્યાતના સ્વભાવ જ છે ઉપર જવુ છે. દીવાને ઊંધા કરા પણ જ્યેત ઊંધી નહિ થાય. ન્યાતના સ્વભાવ નીચે જવાના છે જ નહિ. એ તા ઉપર જ જાય. સમ્યગ્ દન એ આત્માની રુચિ છે, સમ્યક્ જ્ઞાન એ આત્માની સમજણ છે, સમ્યક્ ચારિત્ર એ આત્માનો અનુભવ રસ છે.. આ છેલ્લી ભૂમિકામાં પ્રશ્ન, પ્રશ્ન નથી રહેતેા, ઉત્તર અને છે. ગુજન, ગુંજન નથી રહેતું, તૃપ્તિ બને છે. ભ્રમર અને ફૂલમાં આ ત્રણે ભૂમિકાનું દર્શીન થાય છે. કેાઈ એક બગીચામાં સુ ંદર એવુ ફૂલ Page #37 -------------------------------------------------------------------------- ________________ 38 છે કે કેમ ખીલ્યું છે. ભ્રમરને તેની સુવાસ આવે છે, સુવાસ આવતાં જ એ ફૂલ અમુક દિશાએ આવેલા બગીચામાં હોવું જોઈએ એવી એને ઝાંખી થાય છેઆ થયું દર્શન. હવે ભ્રમર ઊડતો ઊડતે જે. બગીચામાંથી ફૂલની સુવાસ આવે છે ત્યાં પહોંચે છે, ફૂલ ક્યાં છે એ શોધી કાઢે છે આ થયું જ્ઞાન. પછી ફલની અંદર એ રસપાન કરવા બેસી જાય છે. ન ઉડ્ડયન છે, ન ગુંજન છે, માત્ર ચૂસવાની મગ્નતા છે. શાત અને મગ્ન બની મધપાન કરવામાં લીન થઈ જાય છે–આ થયું ચારિત્ર. ચારિત્ર આત્મતત્વની રમણતા છે. તત્વજ્ઞાનની જે બીજી એક પદ્ધતિ છે એ રીતે આ વાત વિચારીએ ત એવ બ-તવૈવાદ: હું તેને જ છું-દર્શન તવ શવ -તવૈવાહ: હું તારો જ છું.-જ્ઞાન રવ વ અમ-મેar: તું એ જ હું છું–ચારિત્ર. દર્શનમાં સાધક પરમાત્મના પ્રત્યક્ષ મિલનથી અજાણ છે. આપ્ત પુરુષના કહેવાથી એને શ્રદ્ધા થઈ છે. આ પ્રથમ ભૂમિકામાં શ્રદ્ધાળુ આત્મા કહે છેઃ હું તેને છું. આમાં પિતે પ્રથમ પુરુષમાં છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ત્રીજા પુરુષમાં છે. ભગવાનને જે નથી પણ એના વિષે સાંભળ્યું છે. પછી આવે છે દ્વિતીય ભૂમિકા. પહેલામાં દર્શન હતું. હવે જ્ઞાન થયું છે. પ્રભુને જોયા છે. એ સામે જ છે એટલે કહે છેઃ હું તારો જ છું. પોતે પ્રથમ પુરુષમાં છે. ભગવાન હવે બીજા પુરુષમાં છે. નજીક આવ્યા છે. તું એ હું જ છું–આ ત્રીજી ભૂમિકા છે. પિતે અને પરમાત્મા બંને પ્રથમ પુરુષમાં આવી ગયા. ભગવાનમાં જે ગુણે છે તે બધા પોતાનામાં છે એની એને દઢ પ્રતીતિ થઈ છે. એટલે આત્મરમણતામાં કહે છે તું એ હું જ છું. દષ્ટાન્ત તરીકે ગામડાની કઈ કન્યાનાં શહેરના કેઈ ધનવાન યુવક સાથે વિવાહ થયા હોય, વેવિશાળ માબાપે નકકી કર્યું હોય; કન્યાએ યુવકને જે ન હોય અને સખીઓમાં વાત નીકળે તે કહે હું તેની છું, જોયા પછી એમ કહે હું તારી જ છું. લગ્ન થયા પછી ઘરની સ્વામિની બનીને કહે છેઃ તું એ હું જ છું. એ જ રીતે કેઈ શેઠને ઘણી દુકાને હોય, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગામેગામ એની શાખા હોય. અને એની કોઈ શાખામાં કેઈ ન નોકરીએ રહે અને પૂછે તે કહેઃ હું શેઠને માણસ છું. શેઠને જોયા પછી કહેઃ હું તમારો જ છું. અને આગળ વધતાં નોકરમાંથી મુનિમ થાય, મુનિમમાંથી શેઠને આઠ આનીમાં ભાગીદાર થઈ શેઠના જેવું થઈ જાય. શેઠમાં અને એનામાં ભેદ ન રહે ત્યારે કહે ને કે તમે તે જ હું છું ! દશન એ આત્માની ઝાંખી છે, જ્ઞાન એ. આત્માની સમજ છે. ચારિત્રએ આત્માની રમણતા છે–પૂર્ણ એકતા છે. સૂફીની મને એક કવિતા યાદ આવે છે. એક આશક છે. એ પિતાની પ્રિયાને ત્યાં જાય છે. પ્રિયાનું ઘર દૂર છે. છતા એ ત્યાં પહોંચી જાય છે. સાંજે જઈ એ બારણા ઉપર ટકોરા મારે છે. અંદરથી અવાજ આવે છેઃ “કોણ છે?” આશકે જવાબ વા, “છું.” અંદરથી ઉત્તર આઃ “આ સ્થાન નાનું છે, આમાં હું ની જગ્યા નથી!” દ્વાર ખુલ્યું. એ ચાલી ગયે. જંગલના એકાન્તમાં જઈ બેઠે. એનું મન ધીરે ધીરે શાન્ત પડ્યું. ચંચળતા શમી ગઈ. મન પરનું ઢાંકણું ઊઘડી ગયું. અંદરથી જ એને જવાબ મળે. એ જવાબમાં જે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તત્ત્વ સમાયું હતું તે સમજાતાં એ હસી પડે. ઊભો થયો અને આ ફરી એ પ્રિયાને દ્વારે. ટકોરા મારી એ પ્રતીક્ષા કરતે ઊભે જ રહ્યો. અંદરથી ફરી એ જ પ્રશ્નઃ “કેણ છે?” જવાબ વાળે “તું છે.” દ્વાર ખુલ્યું. “ તે તે જે સ્વયં છે તે આ જ છે. આ અને તે જુદાં નથી. બિન્દુ નાનું દેખાય છે પણ સિધુથી જુદી જાતનું નથી. અરે, બિન્દુ એટલે જ સિધુ! બિન્દુઓ ન હેત તે સિધુ સંભવત કેમ? આત્મા ન હોત તે પરમાત્મા આવતે કયાંથી? વાતને કે ચર્ચાને આ વિષય નથી. આ તે અનુભવને આનંદ છે. વાસનાના વ્યસનમાં લપટાયેલા મનને મુક્તિની મઝા નહિ સમજાય. એ બંધાયેલા જતુને આત્મસ્વાતંત્ર્યમાંથી ઊછળતી ઊર્મિઓની આહૂલાદકતા સ્પર્શ પણ કેમ ? નાહી-ધોઈને સ્વચ્છ બનેલા માણસને જરાક ધૂળની રજ અડતાં પણ બેચેની થાય. પણ ધૂળ અને ઉકરડામાં જ આળોટતા પ્રાણીને સ્નાન કરી શુદ્ધ થવાને વિચાર સરખેય સ્પશે? Page #41 -------------------------------------------------------------------------- ________________ શક્તિ ચંચળતામાં નહિ, સંયમમાં છે. અવાજમાં નહિ, અંતરમાં છે. અંતરમાં ઊતરીને જુઓ કે અંદર કેવો પ્રશાન્ત શક્તિને સ્રોત વહી રહ્યો છે! • Atom-આણું ફૂટતાં અંદરથી શક્તિ પ્રગટે છે તેમ અહંનું કેચલું ફૂટતાં અંદરથી સ્વયં પ્રગટે છે. અહંના કેચલામાં સ્વયં છુપાયેલ છે. અહં કયારે ફૂટે? અંદર ઊંડા ઊતરે ત્યારે. લોકે અહંના નાળિયેરને દાંત વતી તેડી સ્વાદ લેવા ચાહે છે. પણ બહાર કંઈ નથી. જે છે તે કેપ અંદર છે. નાળિયેરનું ઉપરનું કચલું તૂટે તે જ અંદરનું મીઠું પાણી મળે. અહં ઢાંકણ છે, સ્વયં તત્ત્વ છે; અહં પ્રતિષ્ઠા કે અહંકાર છે, એ કેઈએ આપેલું છે, પારકું છે. સ્વયં કેઈએ આપેલું નથી. એ પિતે સ્વયંસિદ્ધ છે. અહં બેડી છે, સ્વયં મુક્તિ છે. અહં ઓળખાણ આપવા માગે છે કે હું કેણ છું, જ્યારે સ્વયં ઓળખાણ ભૂંસવા માગે છે. . એક સાધુ પાસે ત્રણ મિત્રે આવ્યા. એમને સાધના કરવી હતી. સાધુએ પૂછ્યું: “તમે કોણ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ છે?” પહેલાએ કહ્યું: “હું? હું રાજકુંવર છું. વીશ ગામનો સ્વામી છું.” “બસ!” સાધુએ બીજાને પૂછયું: “તમે કોણ છે?” “હું? હું નગરશ્રેણીને પુત્ર છું. એક કરેડ રૂપિયા મારા પિતા પાસે છે. હું તેને એકને એક પુત્ર છું. મારું સ્થાન ઘરમાં અદ્વિતીય છે.” - સાધુએ ત્રીજાને પૂછયું: “અને તમે? તમે કેણ છે?” ત્રીજાએ હાથ જોડી નમ્રતાથી કહ્યુંઃ “પ્રભે! હું જાણતો હેત કે હું કોણ છું તો અહીં આપની પાસે શાને આવત? આપ જ બતાવે કે હું શું છું? હું કેણ છું? કારણ કે, હું સ્વયંને ભૂલી ગયે છું. બધાની સાથે નામ અને ધામમાં પુરાયે છું.” - સાધુએ જાણ્યુંઃ ત્રણમાં આ જ સાધક છે. શાન્તિમાં સ્વયંને પામવા આ આવ્યો છે. પેલા બે તે નામ અને ધામવાળા છે. એકની પાસે પૈસાને અહં છે, બીજાની પાસે પ્રતિષ્ઠાને. આ અહં તે સ્વયંને આવરે છે! પદવી અને પ્રતિષ્ઠામાં જ પ્રસન્નતા માનતે માણસ પ્રભુતાને કેમ પામે? ચિતન્યની ચારિત્ર્યરમણતા એટલે પ્રાપ્તિ નહિ, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮. તૃપ્તિ. ભગવાન મહાવીર ગૃહત્યાગ કરી જઈ રહ્યા છે ત્યારે નન્દીવર્ધને એમને કહ્યું: “ભાઈ! રાજપાટ છેડી જંગલમાં જવા કરતાં આ રાજ્ય શું, ખોટું છે? ભગવાન મહાવીરની આંખે આકાશ પ્રતિ ઊંચી થઈ અને તૃપ્તિને પમરાટ પ્રસરાવતા એમણે કહ્યું “બંધુ! જેનું સામ્રાજ્ય ગગનથીય ઊંચું છે તે આ ધૂળમાં સમય કેમ વિતાવે? જે પોતાના પર આત્મામાં રાજ્ય કરવા આવ્યો છે તે અન્યનાં શરીર પર રાજ્ય કરવા કેમ રોકાય ?............... આ શબ્દ કયા ઊંડાણમાંથી આવે છે? જ્યાં વાસનાભરી બુદ્ધિ ડેકિયું કરવા પણ હિમ્મત નથી કરી શકતી એવા ઊંડાણમાં આ સમજ પડી છે. મધની પ્રાપ્તિ પછી તે મધુકર પણ ભટવું મૂકી તૃપ્તિની લીનતા માણે છે ! આ લીનતા એ જ જીવનના પરમ આનંદની પ્રાપ્તિભરી પૂર્તિ છે. એ પામવું એ જ આ માનવજીવનને પરમ હેતુ છે, ઉદ્દેશ છે. મુક્તિની આ ભૂમિકા પામવા પ્રભુએ. આપણને ત્રણ સાધન બતાવ્યાં: દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્માની ઝાંખી એટલે દર્શન, આત્માની Page #44 -------------------------------------------------------------------------- ________________ સમજ એટલે જ્ઞાન, આત્માની રમણતા એટલે ચારિત્ર્ય; આ ત્રણમાંથી એક પણ અપૂર્ણ હોય તો મુક્તિ ન સંભવે. હરડાં–બેડાં–આમળાં એટલે ત્રિફળા. તેમ દર્શન–જ્ઞાન–ચારિત્રની પરિપૂર્ણ પ્રાપ્તિ એટલે મુક્તિ. આ પૂર્ણની પ્રાપ્તિ આપ સૌને આ રત્નત્રયીની પૂર્ણતાથી થાઓ એ મહેચ્છા. . તેજ લિસોટ મને એક વૃદ્ધની યાદ આવે છે. એંસી વર્ષની ઉંમર હતી, અને રસ્તાની એક પડખે ખાડે છેદીને તે એક આંબો વાવી રહ્યા હતા. કેઈકે જઈને પૂછ્યું: “દાદા, તમે આ શું કરે છે?” દાદાએ કહ્યું “હું આ વાવું છું.” - કેક ટીખળી માણસ હતે એણે મશ્કરી કરીઃ “અરે, દાદા, તમને તે આ કેવી માયા લાગી છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ આ આંબે વા ક્યારે, એ ઊગે ક્યારે, એના ફળ અને ક્યારે અને તમે ખાઓ ક્યારે?” પેલા વૃધે કહ્યું: “ભાઈ, આ માયા નથી, આ તે માનવે જે અર્પણ કર્યું છે તે અર્પણનું આ તર્પણ છે. • પેલાને કાંઈ સમજણ ન પડી એટલે કહ્યું એટલે શું?” એમણે કહ્યું: “રસ્તા ઉપર જે અબે છે તે મારા પુરોગામીઓએ વાવેલ છે. તેની છાયા આજે હું માગું છું. એની કેરી હું ખાઉ છું. ત્યારે મને થયું કે હું પણ એકાદ બે વાવતે જઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે. આપણે બીજાને લાભ આપવાનો છે.” અમાસની રાત્રે તમે જોયું હશે કે આકાશમાં એક તારે જે ખરે છે તે તે તેજ લિસોટે મૂકી જાય છે એ જ રીતે તમે ભલે ખૂબ મહાન માનવીન બની શકે, પરંતુ તમારા વર્તુળમાં, તમારા સમાજમાં, તમારા મિત્રમંડળમાં એક તેજ લિસો મૂકીને જાઓ, કે જે માનવહૃદયમાં પ્રકાશ પાથરે.” -ચિત્રભાનુ Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિરાજશ્રી ચદ્રપ્રભસાગરજી મહારાજ “ચિત્રભાનુ” ના પ્રેરણાદાયી પુસ્તકે 1. સૌરભ 2. હવે તો જાગો 3. ધર્મરત્નના અજવાળાં 4. ભવનું ભાતુ 5. બિન્દુમાં સિંધુ 6. પ્રેરણાની પરબ 7, જીવન માંગલ્ય 8, ઊર્મિ અને ઉદધિ 9. ચાર સાધન 10. મધુ સંચય , 11, કથાદીય 12. પૂર્ણિમા પાછી ઊગી (પ્રેસમાં) પ્રાપ્તિસ્થાન : દિવ્ય જ્ઞાન સ" 137, નેતાજી સુલ અઇ-૧