________________
૩૪
ગામેગામ એની શાખા હોય. અને એની કોઈ શાખામાં કેઈ ન નોકરીએ રહે અને પૂછે તે કહેઃ હું શેઠને માણસ છું. શેઠને જોયા પછી કહેઃ હું તમારો જ છું. અને આગળ વધતાં નોકરમાંથી મુનિમ થાય, મુનિમમાંથી શેઠને આઠ આનીમાં ભાગીદાર થઈ શેઠના જેવું થઈ જાય. શેઠમાં અને એનામાં ભેદ ન રહે ત્યારે કહે ને કે તમે તે જ હું છું !
દશન એ આત્માની ઝાંખી છે, જ્ઞાન એ. આત્માની સમજ છે. ચારિત્રએ આત્માની રમણતા છે–પૂર્ણ એકતા છે.
સૂફીની મને એક કવિતા યાદ આવે છે. એક આશક છે. એ પિતાની પ્રિયાને ત્યાં જાય છે. પ્રિયાનું ઘર દૂર છે. છતા એ ત્યાં પહોંચી જાય છે. સાંજે જઈ એ બારણા ઉપર ટકોરા મારે છે. અંદરથી અવાજ આવે છેઃ “કોણ છે?” આશકે જવાબ વા, “છું.” અંદરથી ઉત્તર આઃ “આ સ્થાન નાનું છે, આમાં હું ની જગ્યા નથી!” દ્વાર ખુલ્યું. એ ચાલી ગયે. જંગલના એકાન્તમાં જઈ બેઠે. એનું મન ધીરે ધીરે શાન્ત પડ્યું. ચંચળતા શમી ગઈ. મન પરનું ઢાંકણું ઊઘડી ગયું. અંદરથી જ એને જવાબ મળે. એ જવાબમાં જે