SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ તત્ત્વ સમાયું હતું તે સમજાતાં એ હસી પડે. ઊભો થયો અને આ ફરી એ પ્રિયાને દ્વારે. ટકોરા મારી એ પ્રતીક્ષા કરતે ઊભે જ રહ્યો. અંદરથી ફરી એ જ પ્રશ્નઃ “કેણ છે?” જવાબ વાળે “તું છે.” દ્વાર ખુલ્યું. “ તે તે જે સ્વયં છે તે આ જ છે. આ અને તે જુદાં નથી. બિન્દુ નાનું દેખાય છે પણ સિધુથી જુદી જાતનું નથી. અરે, બિન્દુ એટલે જ સિધુ! બિન્દુઓ ન હેત તે સિધુ સંભવત કેમ? આત્મા ન હોત તે પરમાત્મા આવતે કયાંથી? વાતને કે ચર્ચાને આ વિષય નથી. આ તે અનુભવને આનંદ છે. વાસનાના વ્યસનમાં લપટાયેલા મનને મુક્તિની મઝા નહિ સમજાય. એ બંધાયેલા જતુને આત્મસ્વાતંત્ર્યમાંથી ઊછળતી ઊર્મિઓની આહૂલાદકતા સ્પર્શ પણ કેમ ? નાહી-ધોઈને સ્વચ્છ બનેલા માણસને જરાક ધૂળની રજ અડતાં પણ બેચેની થાય. પણ ધૂળ અને ઉકરડામાં જ આળોટતા પ્રાણીને સ્નાન કરી શુદ્ધ થવાને વિચાર સરખેય સ્પશે?
SR No.005888
Book TitleRatnatrayi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1966
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy