________________ રન ત્રયી માનવ જીવન એ ગુણરત્નોની ખાણ છે. એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ તે પરમ તેજથી ચમકતા મહારને છે. આપણે આ ત્રણ દિવસની પ્રવચનમાળામાં આ રત્નત્રયીનું ચિન્તન કરવાનું છે. હરે પણ છે તે પથ્થર જ ને! ખાય તે મરી જવાય, પાસે રાખે તે ડર રહે અને વાગી જાય તે લેહી કાઢે–એવા પથ્થર જેવા હીરાથી પણ લેકે આનંદ માણે છે, તે આધ્યાત્મિક હીરો–આધ્યાત્મિક રત્ન મળતાં તે માણસને કેટલે આનંદ થવો જોઈએ? ભગવાન મહાવીરે આધ્યાત્મિક વસ્તુને આ જડ રત્ન સાથે શા માટે સરખાવી? આધ્યાત્મિક ગુણ આગળ રત્ન શું હિસાબમાં? છતાં સરખામણી કરી છે. દુનિયામાં જેમ ચાંદી, સેનું ને ઝવેરાત કરતાં રત્નો કીમતી છે, તેમ અધ્યાત્મમાં આ રત્નત્રયી જેને મળી જાય તે ધનવાન બની જાય છે, તેને જન્મ સફળ