________________
થઈ જાય છે. પરમ શાંતિમાં બિરાજમાન થવું હોય તો સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની પ્રાપ્તિ અનિવાર્ય છે.
મોક્ષના માર્ગ ચાર છે : (૧) ભક્તિમાર્ગ, (૨) ગમાર્ગ, (૩) કર્મમાર્ગ અને (૪) આસનસિદ્ધિમા.
પૂર્ણ વીતરાગ દશાને જેમણે અનુભવ કર્યો છે તેવા ભગવાન મહાવીરે કહ્યું છે કે, રત્નત્રયીનો માર્ગ સર્વોત્તમ છે. આમ તેમણે ઊંચામાં ઊંચો માર્ગ બતાવે. સમ્યગ્ર દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યગું ચારિત્ર પ્રાપ્ત થાય તે જે હેતુ માટે માનવ અહીં આવ્યા છે, જે હેતુ માટે માનવ જીવનને ધન્ય કહ્યું છે, તે જીવન ધન્ય બની જાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ રત્નત્રયીની ત્રિપુટી ન મળે તો બધું મળવા છતાં મનુષ્ય જન્મને આંટે નિષ્ફળ જાય છે. '
જે મેળવીને મૂકી દેવું પડે તે મેળવ્યાં છતાં ન મેળવવા બરાબર છે.
રંગૂનમાં જે કરોડપતિ હતા તેમના પૈસા ત્યાંની સરકારે પડાવી લીધા. તેઓ અહીં આવ્યા તે ખાવાના પણ ફાંફા! તે એ કરોડપતિ શું કામના? ગમે તેટલું રળે પણ સાથે ન લઈ શકે