________________
તે રળ્યું ન રન્યા બરોબર છેઆ જન્મમાં આપણે ખૂબ ભેગું કરીએ પણ અહીંથી જઈએ ત્યારે કાંઈ • પણ સાથે નહિ લઈ જઈ શકીએ તે ભેગું કર્યું ન ભેગું કર્યા બરાબર છે.
મહાપુરુષે કહે છે કે એવું ભેગું કરો જે તમે સાથે લઈ શકે. તેઓ એમ નથી કહેતા કે છેડી દે. ધર્મ નથી કહેતે કે છેડી દે. ધર્મ તે કહે છે કે મેળવી લે. જેટલું ભરાય એટલું ભરો. આવો અવસર ફરી જીવનમાં નહિ મળે. એવું ભેગું કરો કે બધી વસ્તુ છૂટી જાય પણ જે મેળવેલું છે તે ન છૂટે. ધર્મમાં પ્રાપ્તિની વાત છે, છેડવાની નહિ, લેવાની વાત છે, ત્યાગની નહિ. આ તમારે સારું; ઊંચું લેવું હોય તે હલકું છેડવું પડે. ચણાને છેડે તે હીરાથી મૂઠી ભરી શકે. ઊંચી વસ્તુ લેવી હોય તો તુચ્છને છેડો. આનંદની પ્રાપ્તિ માટે કષાયને છોડ્યા વિના કેમ ચાલે ? ભોગમાં જીવ હોય તો પ્રભુને યોગ કેમ થાય? ચણા છેડ્યાં વિના હીરા કેમ મળે? - સાધને સિદ્ધિને નિર્ણય કરે છે. શુદ્ધ સાધને
દ્વારા ચિત્ત શુદ્ધ થાય, અને શુદ્ધિથી સિદ્ધિ પ્રાપ્ત થાય.