________________
કપડું સાબુથી ધૂઓ તે ઊજળું થાય પણ . અંધારામાં સાબુ જેવો દેખાતો કેલસ લઈને કોઈ ઘસઘસ કરે તે કપડું કાળું થાય કે ઊજળું ? પછી તમને કપડું કેટલું ઘસે છે તે નથી પુછાતું, પણ સાધન કયું વાપર્યું હતું તે પુછાય છે. મહેનત કેટલી કરી તે નહિ પણ સાધન કયાં વાપર્યા તે પુછાય છે.
સાધન નબળાં તે મહેનત નકામી. શુદ્ધિ માટે સુંદરમાં સુંદર સાધન જોઈએ. સાધન હલકું કે નબળું હોય તો શુદ્ધિ જરા પણ ન થાય. શુદ્ધિ અને સિદ્ધિને આધાર સાધન પર છે.
અધ્યાત્મનું ક્ષેત્ર ગગન કરતાં વિશાળ છે. અંત ન આવે એટલે વિશાળ એને રાજમાર્ગ છે. આત્માને માર્ગ અનંત છે, તો સાધને પણ અસંખ્ય છે. આપણે ચૂટેલા આ ત્રણ સાધનને વિચાર કરીએ. જે સાધનો દ્વારા શુદ્ધિ થાય અને શુદ્ધિ એટલે જ સિદ્ધિ. * સમ્યગ દર્શન, સમ્યગૂ જ્ઞાન ને સમ્યગ ચારિત્ર એ સાધન છે. મેક્ષ એ આપણું સાધ્ય છે.
સમ્યગ દર્શન શી ચીજ છે? એ એક પ્રકારની રુચિ છે, પ્યાસ છે, ક્ષુધા છે.