________________
યાદ...
પૂજ્ય મુનિશ્રી ચન્દ્રપ્રસાગરજી મહારાજને પરિચય આપવો એટલે સૂર્ય આગળ દીપક ધરવા જેવું હવે અમને લાગે છે. એમની વિશિષ્ટ શિલીએ જે સારા વક્તાઓ સર્યા છે એ જ એમની સૌથી શ્રેષ્ઠ ઓળખ છે - એમનાં ચિન્તનપૂર્ણ વિચાર, મૈત્રીપ્રેરક વાણી અને
જસપૂર્ણ આચાર એ સમાજમાં ક્રાન્તિ અને સંગઠ્ઠનનાં અગ્રદૂત સમા છે. એમનાં આ વિશિષ્ટ તો એ કેને નથી આકર્ષા અને કેને નથી આમંચ્યા ? આ “રત્નત્રયી” પ્રવચન પણ એવા જ એક યાદગાર પ્રસંગનું બીજ છે.
મુંબઈનાં અણુવ્રત સંઘના આગેવાનોના ભાવભર્યા નિમંત્રણથી પૂજ્યશ્રીએ અણુવ્રત હૈલની વિશાળ મેદની સમક્ષ “રત્નત્રયી” પર તા. ૨-૩-૬૬ થી ૪-૩-૬૬ બુધ, ગુરુ અને શુક્ર સુધી આપેલ આ પ્રવચન હૃદયને કેવું સ્પર્શી જાય છે તે તો આ વાંચ્યા પછી વાચક પોતે પણ કહી શકશે.
ટ્રસ્ટીઓ: દિવ્યજ્ઞાન સંધ-મુંબઈ