________________
38
છે કે કેમ
ખીલ્યું છે. ભ્રમરને તેની સુવાસ આવે છે, સુવાસ આવતાં જ એ ફૂલ અમુક દિશાએ આવેલા બગીચામાં હોવું જોઈએ એવી એને ઝાંખી થાય છેઆ થયું દર્શન. હવે ભ્રમર ઊડતો ઊડતે જે. બગીચામાંથી ફૂલની સુવાસ આવે છે ત્યાં પહોંચે છે, ફૂલ ક્યાં છે એ શોધી કાઢે છે આ થયું જ્ઞાન. પછી ફલની અંદર એ રસપાન કરવા બેસી જાય છે. ન ઉડ્ડયન છે, ન ગુંજન છે, માત્ર ચૂસવાની મગ્નતા છે. શાત અને મગ્ન બની મધપાન કરવામાં લીન થઈ જાય છે–આ થયું ચારિત્ર. ચારિત્ર આત્મતત્વની રમણતા છે.
તત્વજ્ઞાનની જે બીજી એક પદ્ધતિ છે એ રીતે આ વાત વિચારીએ ત એવ બ-તવૈવાદ: હું તેને જ છું-દર્શન તવ શવ -તવૈવાહ: હું તારો જ છું.-જ્ઞાન રવ વ અમ-મેar: તું એ જ હું છું–ચારિત્ર.
દર્શનમાં સાધક પરમાત્મના પ્રત્યક્ષ મિલનથી અજાણ છે. આપ્ત પુરુષના કહેવાથી એને શ્રદ્ધા થઈ છે. આ પ્રથમ ભૂમિકામાં શ્રદ્ધાળુ આત્મા કહે છેઃ હું તેને છું. આમાં પિતે પ્રથમ પુરુષમાં છે.