________________
પણ જીવન છે. વચ્ચે જન્મમણમાં પ્રશ્ન એ ક-વાસનાને લીધે આ આત્માને જન્મમરણના ચક્રાવામાં પરિભ્રમણ કરવુ પડે છે. જેમ કેાઇ તુખડા પર કીચડના થર જામ્યા હાય તા તે કીચડના કારણે એટલા સમય પૂરતું પાણીમાં ડૂબે, પણ ઉપરના કીચડ અને કચરો દૂર કરો એટલે એ તરત અદ્ધર આવે અને પાણીની સપાટીની ઉપર આવી તરવા લાગે. આત્મા પણ વાસના અને કર્મોના કીચડને કારણે જન્મમરણની સરિતામાં ડૂબે છે. એ વાસના દૂર થતાં આત્મા એક ક્ષણમાં ઉપર આવે, એને ઉપર લાવવા નથી પડતા, એ આવે જ. ઉપર આવવુ એ જ એના સ્વભાવ છે. દ્વીપકની ન્યાતના સ્વભાવ જ છે ઉપર જવુ છે. દીવાને ઊંધા કરા પણ જ્યેત ઊંધી નહિ થાય. ન્યાતના સ્વભાવ નીચે જવાના છે જ નહિ. એ તા ઉપર જ જાય.
સમ્યગ્ દન એ આત્માની રુચિ છે, સમ્યક્ જ્ઞાન એ આત્માની સમજણ છે, સમ્યક્ ચારિત્ર એ આત્માનો અનુભવ રસ છે.. આ છેલ્લી ભૂમિકામાં પ્રશ્ન, પ્રશ્ન નથી રહેતેા, ઉત્તર અને છે. ગુજન, ગુંજન નથી રહેતું, તૃપ્તિ બને છે.
ભ્રમર અને ફૂલમાં આ ત્રણે ભૂમિકાનું દર્શીન થાય છે. કેાઈ એક બગીચામાં સુ ંદર એવુ ફૂલ