________________
ઘણું સમજાવ્યું પણ મેં હઠ પકડી. માએ ધનવાનને હાથ જોડીને કહ્યું કે તમે તમારાં છોકરાંઓને ઘરમાં ગમે તે ખવડાવે પણ બહાર જઈને અમારાં કરાંનાં દેખતાં ખાય ને એ જોઈને અમારાં છોકરાં અમારી પાસે માગે ને અમને હેરાન કરે એ ઠીક નહિ. આ સાંભળી શેઠાણું તે ગરમ થઈ ગઈ કહેઃ “મારાં છોકરાં બજારમાં અને શેરીમાં બધે ફાવે તે ખાશે.” અને મારી માને બહાર કાઢી. હું સમજ્યો કે મા અંદર ચોકલેટ લેવા ગયેલી છે. મા નીકળી એટલે મેં ચેકલેટ માગી. માને દુઃખ થયેલું, અપમાન થયેલું એટલે મારી આ માગણીથી ગુસ્સે થઈ, ને બાજુમાં પથ્થર પડેલે તે ઉપાડી મારા પર ઘા કર્યો. મને લાગ્યું, લોહીની ધારા નીકળી. માને ઘણું દુઃખ થયું ને હું ફરીથી માગવાનું ભૂલી ગયા. મેટ થયે, પૈસાદાર થયે, પણ ઘા રહી ગયે. રોજ અરિસામાં મેં જોતાં ઘા યાદ આવે છે. એની પાછળ રહેલી જિંદગીની વાત યાદ આવે છે. એ ઘા જાણે કહેતે હોય છેઃ “બીજાનાં સુખે તારા કપાળમાં ઘા કર્યો પણ હવે તારું સુખ બીજા કેઈના કપાળમાં ઘા ન કરે તે ધ્યાન રાખજે.” મેં મારા ઘામાંથી આ પાઠ. લીધે, મેં એને મારે ગુરુ માને.”
દરેક માણસે એ વિચારવાનું છે કે આપણું