________________
૨૪
તરંગે વધારે. ઘણીવાર તે આખો માણસ જ એમાં દટાઈ જાય છે.
વસ્તુઓ માણસને ઉપર લાવવા માટે હોય, નહિ કે એને ઢાંકી દેવાં. જેમ પિલા અજ્ઞાની ભકતભગવાનની પૂજા કરવાને બદલે ભગવાનને જ ફૂલેથી ઢાંકી દે છે, તેમ માણસ વસ્તુઓથી ઉપર આવવાને બદલે પોતે જ વસ્તુઓથી ઢંકાઈ જાય છે.
આ બધાં Means છે, End નથી. સાધન છે, સાધ્ય નથી. સાધન અને સાધ્યને ભેદ સમજાતાં તમે જ તમને પૂછશેઃ હું મારે શેઠ છું કે નકર છું?
વાતાવરણે માણસની પરિસ્થિતિ પર નિર્ભર છે. માણસ નિર્બળ તે વાતાવરણ બળવાન. માણસ સબળ તે વાતાવરણ નિર્બલ. પછી વાતાવરણ માણસને નહિ, માણસ વાતાવરણને બદલે છે.
તમારી શાન્તિના ભેગે તમે કંઈ જ ન કરે. સ્વાધ્યાયની મજા શાન્તિમાં છે. સ્વનું અધ્યયન તે સ્વાધ્યાય. આ સ્વનું અધ્યયન શાન્તિ વિના કેમ થાય ?
તરંગે વિહોણા શાન્ત જળમાં જેમ સ્પષ્ટ પ્રતિબિમ્બ પડે છે તેમ નિર્વિકારી અને વિકલ્પ