________________
વિહોણા શાન્ત રાવ શિવમાં કે હું અનુભવ–પ્રકાશ ઝિલાય છે.
હું કોણ છુ ” એને અનુભવ નથી એટલે જ લોકો પરદત્ત નામના મેહમાં ફસાયા છે. નામના માટે માણસ પરેશાન પરેશાન થઈ જાય છે. ઘણુંવાર તે એ નામની આ ભૂખને તૃપ્ત કરવા ધર્મ સ્થાનમાં અને સાધુસંત પાસે પણ જતા હોય છે. ત્યાં ધર્મ કરતે કરતો પણ પિતાનું નામ કેમ વધે તે આડકતરી રીતે જેતે રહે છે. નામની મહત્તા એટલી બધી છે કે મરણ–પથારીએ પડેલા માણસનું નામ બોલે એટલે એ આંખ ઉઘાડે. તે વખતે ઘરના કેઈ યાદ ન આવે પણ પિતાનું નામ તો યાદ આવે જ. વિચારી જુઓઃ નામ જન્મથી નથી લાવ્યા; નામ પાડેલું છે, આપેલું છે, બીજાએ દીધેલું છે; છતાં તે માણસના મનને કેવું વળગ્યું છે! ઊછીની વસ્તુ પર પણ કેટલે મેહ! જે સાધક આત્મલક્ષી છે, તે કઈ પણ પ્રકારની પદવીથી રાજી નહિ થાય. તેને નામથી નહિ, રામથી કામ છે. એનું નામ ભૂંસાઈ જાય તેય એને દુઃખ ન થાય. એ જાણે છે કે હું તે અનામી છે. નામ કેઈએ આપ્યું હતું અને એમણે જ ભૂંસી નાખ્યું.
નાની નાની વાતમાં લેકો અકળાઈ જાય છે.