________________
છે એને કઈ એવી વસ્તુ ગમી ગઈ છે, જેની આગળ આ બધી વસ્તુ નાચી જ લાગે છે. * * - જેને આત્માની પસંદગી થાય, દર્શનને સ્પર્શ થાય એ ચારિત્ર પામે. તેને મન દુનિયાની વસ્તુને ત્યાગ સહજ વાત છે.
જે વસ્તુ ગમે છે તે વસ્તુ પાછળ કઈ વસ્તુને ત્યાગ કરવામાં મુશ્કેલી નથી. આત્માની ઝાંખી થાય તે ત્યાગ, ત્યાગ જ ન લાગે. વસ્તુ છૂટી જાય. મનમાં એમ ન થાય કે કેટલું બધું છોડયું. થાય કે છેડયું, પણ મેળવ્યું તે ખરું ને ? એની પાછળ સમ્યગૂ દર્શન છે. '
એક વસ્તુની સાચી પ્રીતિ લાગે તે બીજી વસ્તુ સહજે છૂટી જાય. - કેઈ વેપારીને ઉપવાસ કરવાનું કહો તો કહે મારાથી ન બને. પણ જ્યારે ઘરાકી જામી જાય ને ખાવાને સમય ન મળે તે ઉપવાસ પણ થઈ જામ. જે લેકે એકટાણું પણ ન કરે તેને વ્યાપાર ખાતર ઉપવાસ કરતાં જોયા છે ને? વસ્તુ ગમી જાય પછી સહનશીલતાને પ્રશ્ન જ નથી.
ભૂખના બદલામાં એને એવું કાંઈક મળે છે, જ્યાં ભૂખ, ભૂખ નથી રહેતી.