________________
૩૮.
તૃપ્તિ. ભગવાન મહાવીર ગૃહત્યાગ કરી જઈ રહ્યા છે ત્યારે નન્દીવર્ધને એમને કહ્યું: “ભાઈ! રાજપાટ છેડી જંગલમાં જવા કરતાં આ રાજ્ય શું, ખોટું છે?
ભગવાન મહાવીરની આંખે આકાશ પ્રતિ ઊંચી થઈ અને તૃપ્તિને પમરાટ પ્રસરાવતા એમણે કહ્યું “બંધુ! જેનું સામ્રાજ્ય ગગનથીય ઊંચું છે તે આ ધૂળમાં સમય કેમ વિતાવે? જે પોતાના પર આત્મામાં રાજ્ય કરવા આવ્યો છે તે અન્યનાં શરીર પર રાજ્ય કરવા કેમ રોકાય ?...............
આ શબ્દ કયા ઊંડાણમાંથી આવે છે? જ્યાં વાસનાભરી બુદ્ધિ ડેકિયું કરવા પણ હિમ્મત નથી કરી શકતી એવા ઊંડાણમાં આ સમજ પડી છે. મધની પ્રાપ્તિ પછી તે મધુકર પણ ભટવું મૂકી તૃપ્તિની લીનતા માણે છે ! આ લીનતા એ જ જીવનના પરમ આનંદની પ્રાપ્તિભરી પૂર્તિ છે. એ પામવું એ જ આ માનવજીવનને પરમ હેતુ છે, ઉદ્દેશ છે. મુક્તિની આ ભૂમિકા પામવા પ્રભુએ. આપણને ત્રણ સાધન બતાવ્યાં: દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્માની ઝાંખી એટલે દર્શન, આત્માની