________________
૩૭
છે?” પહેલાએ કહ્યું: “હું? હું રાજકુંવર છું. વીશ ગામનો સ્વામી છું.” “બસ!” સાધુએ બીજાને પૂછયું: “તમે કોણ છે?” “હું? હું નગરશ્રેણીને પુત્ર છું. એક કરેડ રૂપિયા મારા પિતા પાસે છે. હું તેને એકને એક પુત્ર છું. મારું સ્થાન ઘરમાં અદ્વિતીય છે.”
- સાધુએ ત્રીજાને પૂછયું: “અને તમે? તમે કેણ છે?”
ત્રીજાએ હાથ જોડી નમ્રતાથી કહ્યુંઃ “પ્રભે! હું જાણતો હેત કે હું કોણ છું તો અહીં આપની પાસે શાને આવત? આપ જ બતાવે કે હું શું છું? હું કેણ છું? કારણ કે, હું સ્વયંને ભૂલી ગયે છું. બધાની સાથે નામ અને ધામમાં પુરાયે છું.” - સાધુએ જાણ્યુંઃ ત્રણમાં આ જ સાધક છે. શાન્તિમાં સ્વયંને પામવા આ આવ્યો છે. પેલા બે તે નામ અને ધામવાળા છે. એકની પાસે પૈસાને અહં છે, બીજાની પાસે પ્રતિષ્ઠાને. આ અહં તે સ્વયંને આવરે છે! પદવી અને પ્રતિષ્ઠામાં જ પ્રસન્નતા માનતે માણસ પ્રભુતાને કેમ પામે?
ચિતન્યની ચારિત્ર્યરમણતા એટલે પ્રાપ્તિ નહિ,