Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 14
________________ મંદિરમાં ભગવાન કાંઈ એમ જ નથી દેખાતા. અંદર ભૂખ લાગવી જોઈએ; તે ભગવાન દેખાય. જેટલી ભૂખ તીવ્ર એટલી સેઈમીઠી, જેટલી ભૂખ ઓછી એટલી રઈ ફિક્કી. હું આત્મા અનંત શક્તિનો સ્વામી એ દેહમાં સમાઈને નાનકડી દુનિયામાં કેમ ભરાઈ બેઠો છું? હું, કે જે આ જન્મની પહેલા પણ હતું, અને આ મરણની પછી પણ રહેવાનો છું તે મરવાની ભીતિમાં કેમ ગભરાઈ બેઠો છું! મૃત્યુ કેનું ? દેહનું કે આત્માનું? દેહ મરે, આત્મા તરે; દેહ પડે, આત્મા ચઢે. એવા શાશ્વત આત્માની શ્રદ્ધા એ જ સમ્યગુદશન....આ સમ્યગદર્શનથી તે જીવન મીઠું બની જાય. • ' ચાણક્ય નાને હતે. એને ઘેર સાધુ વહોરવા આવ્યા. બાળકના દાંત જોઈને સાધુના મેં પર સુંદર સ્મિત આવ્યું. માએ કારણ પૂછ્યું. સાધુએ બાળકના દાંત જોઈને કહ્યું કે, આ બાળક સમર્થમાં સમર્થ સમ્રાટ થવાને હેય એવાં ચિહ્નો છે. મા ધર્મિષ્ઠ હતી. થયું કે, સમ્રાટ થવું એ એક ભવની વાત છે પણ સમ્રાટ થતાં સંહાર કરી દુર્ગતિએ જવું એ ભાભવની વાત છે. એના કરતાં સમ્રાટ ન થાય

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46