Book Title: Ratnatrayi Author(s): Chitrabhanu Publisher: Divyagyan SanghPage 40
________________ ૩૫ તત્ત્વ સમાયું હતું તે સમજાતાં એ હસી પડે. ઊભો થયો અને આ ફરી એ પ્રિયાને દ્વારે. ટકોરા મારી એ પ્રતીક્ષા કરતે ઊભે જ રહ્યો. અંદરથી ફરી એ જ પ્રશ્નઃ “કેણ છે?” જવાબ વાળે “તું છે.” દ્વાર ખુલ્યું. “ તે તે જે સ્વયં છે તે આ જ છે. આ અને તે જુદાં નથી. બિન્દુ નાનું દેખાય છે પણ સિધુથી જુદી જાતનું નથી. અરે, બિન્દુ એટલે જ સિધુ! બિન્દુઓ ન હેત તે સિધુ સંભવત કેમ? આત્મા ન હોત તે પરમાત્મા આવતે કયાંથી? વાતને કે ચર્ચાને આ વિષય નથી. આ તે અનુભવને આનંદ છે. વાસનાના વ્યસનમાં લપટાયેલા મનને મુક્તિની મઝા નહિ સમજાય. એ બંધાયેલા જતુને આત્મસ્વાતંત્ર્યમાંથી ઊછળતી ઊર્મિઓની આહૂલાદકતા સ્પર્શ પણ કેમ ? નાહી-ધોઈને સ્વચ્છ બનેલા માણસને જરાક ધૂળની રજ અડતાં પણ બેચેની થાય. પણ ધૂળ અને ઉકરડામાં જ આળોટતા પ્રાણીને સ્નાન કરી શુદ્ધ થવાને વિચાર સરખેય સ્પશે?Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46