Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 45
________________ આ આંબે વા ક્યારે, એ ઊગે ક્યારે, એના ફળ અને ક્યારે અને તમે ખાઓ ક્યારે?” પેલા વૃધે કહ્યું: “ભાઈ, આ માયા નથી, આ તે માનવે જે અર્પણ કર્યું છે તે અર્પણનું આ તર્પણ છે. • પેલાને કાંઈ સમજણ ન પડી એટલે કહ્યું એટલે શું?” એમણે કહ્યું: “રસ્તા ઉપર જે અબે છે તે મારા પુરોગામીઓએ વાવેલ છે. તેની છાયા આજે હું માગું છું. એની કેરી હું ખાઉ છું. ત્યારે મને થયું કે હું પણ એકાદ બે વાવતે જઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે. આપણે બીજાને લાભ આપવાનો છે.” અમાસની રાત્રે તમે જોયું હશે કે આકાશમાં એક તારે જે ખરે છે તે તે તેજ લિસોટે મૂકી જાય છે એ જ રીતે તમે ભલે ખૂબ મહાન માનવીન બની શકે, પરંતુ તમારા વર્તુળમાં, તમારા સમાજમાં, તમારા મિત્રમંડળમાં એક તેજ લિસો મૂકીને જાઓ, કે જે માનવહૃદયમાં પ્રકાશ પાથરે.” -ચિત્રભાનુ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46