Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 31
________________ આત્મના અજ્ઞાનને લીધે માણસે આળા મનના થઈ ગયા છે. એમને નાની નાની વાતમાં અપમાન લાગે. જરીકમાં નારાજ થઈ જાય. પણ એ ભૂલી જાય છે કે જે પિતાની જાતનું જ ગૌરવ ન સમજે તે તમને ગૌરવ ક્યાંથી આપે ! જે પોતાને સમજે છે તે જ બીજાને સમજવા કંઈક સફળ થઈ શકે છે. એક જાહેર પ્રવચનમાં પ્રવચન શરૂ થતાં પહેલાં, એક આગેવાન ભાઈ મારી ઓળખ આપવા ઊભા થયા. મને મનમાં થયું. પહેલાં તું તારી ઓળખ તે આપ. જેની ઓળખ આપવાની છે તેની કઈ આપતું નથી; બારદાનની જ વાત કરે છે, માલને તે કઈ પૂછતું જ નથી ? " કેઈ આપણું માટે બોલે તે વિચારવું કે ઠીક છે, એ મારા વિષેને બાંધેલ એમને અભિપ્રાય છે; મારી ઓળખાણ નથી. અભિપ્રાય બધા ચર્મચક્ષુના છે, ઓળખ દિવ્ય નયનની છે. દિવ્ય નયનમાં હું કોણ છું તેની જાણ છે. એ જ્ઞાનદષ્ટિ છે. આ દષ્ટિના વિકાસ પછી લોકો પૂછે તે પોતાનું નામ જરૂર બતાવે, પણ અંદરથી ન્યારો રહે-એમાં આસક્ત ન થઈ જાય. આ દષ્ટિ આવતાં સંપ્રદાયને મેહં એની મેળે જ વિલીન થઈ જશે. એકતા માત્ર ભાષણોથી નહિ, સમજણથી આવે છે. આત્માની

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46