Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 34
________________ બાબો કે આ યુવાન? તમને ખ્યાલ આવશે કે આ જે દિવસરાત બદલાયા કરે છે અને વધઘટ થયા કરે છે તે હું નથી; આ તે મારી અવસ્થા છે. હું તે અવસ્થાથી પર છું. સ્થિર છું. પેલા મસ્ત આત્માએ ગાયું છે– જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. હંસલે માને છે-એ તે એ જ છે–પણ આ દેહદેવળ જૂનું થયું છે. આ સમજણે જ ગીઓ સદા મસ્ત રહે છે. તેમને ઘડપણ આવે, પણ સ્પશે નહિ. મૃત્યુ આવે તે કહે: “ચાલે, હવે નવા ઘરે જઈએ.” આ અનુભવ થાય તે આનંદની સુવાસ લેતા લેતા જિવાય અને જીવતાં જીવતાં આનંદની સુવાસ ફેલાવાય. આમ માણસનું જ જીવન પ્રેરણું બનવું જોઈએ. જેનું જીવન પ્રેરણારૂપ નથી તેને તે એને પુત્રે પણ પ્રેમથી યાદ નથી કરતા અને કહે છે: “પૈસા મૂકી ગયા એમાં શું નવાઈ કરી ગયા? સાથે લઈ જવાતા હતા તે એક પૈસે પણ રહેવા ન દેત. શું કરે? લઈ ન જવાય એટલે મૂકી જ જાય ને?”. . સંસ્કાર વગરના ઘરોમાં તે પુત્રપુત્રીઓ માતાપિતાને

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46