Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 24
________________ જોવા માટે તે આંખ જોઈએ. જે પિતાને જ ન જુએ તે સામાના આત્માને કેમ જુએ ? આમાં માત્ર સામાનો જ વાંક નથી. જેમ એ તમને નથી જોઈ શકતા તેમ તમે પણ તમારા સ્વજનને અંતરદષ્ટિથી નથી જોઈ શકતા. અજ્ઞાનીઓની આ કેવી વિષમતાભરી એકલતા છે? સમ્યગદર્શનથી આત્મદષ્ટિ ખૂલે પછી માનવી દેહને નહિ, દેહધારીને જુએ છે; શરીરને નહિ, આત્માને જુએ છે. ભૌતિક જ્ઞાન વસ્તુઓને સંગ્રહ કરાવે છે, આત્માનું જ્ઞાન સંગ્રહમાંથી મુક્ત કરાવે છે. વિજ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાધને બંધનકારક બને છે, જ્યારે આત્મજ્ઞાનથી પ્રાપ્ત સાધનો બંધનમાંથી મુક્ત થવામાં સહાયક થાય છે. આ જ્ઞાન એ સમ્યગૂ જ્ઞાન છે. એક નૌકામાં આઠ પ્રવાસી છે. એ સૌ યુવાન અને ભણેલા છે. દરેક જુદા જુદા વિષયમાં સ્નાતક થયેલા છે. નાવ પાણીમાં તરતી આગળ જઈ રહી છે. અડધે પટે ગયા પછી કેઈએ પૂછયું કે, કેટલા વાગ્યા હશે? જવાબ આપવાને બદલે સૌ યુવાન મશ્કરી કરવા નાવિકને જ પૂછે છે: “ભાઈ, તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે !” નાવિક કહેઃ “મને વાચતા જ આવડતું નથી ત્યાં ઘડિયાળ રાખીને શું

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46