Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 28
________________ " આ આત્મજ્ઞાન પામવા શાન્તિની પળોમાં ચિન્તન કરવાનું છે. શાન્ત વાતાવરણમાં જ તળિયે રહેલી વસ્તુ દેખાય છે, ધાંધલમાં કંઈ ન દેખાય. તમે ધ્યાન કરવા બેસે છે ત્યારે પણ તમારી આગળ-પાછળ ખેંચતાણ હોય છે. તમારા મન પર કેટલું બધું દબાણ છે? સુખીમાં સુખી માણસ પણ આ દબાણથી મુક્ત નથી. આવો માણસ શાંતિની લહેજત કેમ માણી શકે ? વધારે સાધન એટલે વધારે દેડ! રે, ખાવામાં ય શાન્તિ ન હોય તે સ્વાધ્યાય માટે તે હેય જ. ક્યાંથી? તમે સુખી છે ? સુખ શું છે? સુખ એટલે શાતિ. તમને શાન્તિ છે? જ્યાં સુધી શાન્તિ ન સંભવે ત્યાં સુધી વસ્તુનું દર્શન કેમ થાય? સ્નાન કરતાં, પાણીના હોજમાં તળિએ જઈ પડેલી હીરાની વીંટી પાણીમાં તરંગે હોય તે ન દેખાય. પાણુ નિર્મળ થાય અને તરંગ શાન્ત થાય તે જ દેખાય. તેમ હૃદયની વસ્તુ પણ ક્યારે દેખાય ?. ચિત્ત શુદ્ધ થાય અને શાન્ત થાય ત્યારે. - અજ્ઞાનીનું કામ તરંગ વધારવાનું છે, જ્ઞાનીનું કામતર શાન્ત કરવાનું છે. જેટલા તરંગો ઓછા તેટલી શક્તિ વધારે. જેટલી વસ્તુ વધારે તેટલા

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46