Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ૨૨ કેમ જીવી ગયે, મરણ એ જીવનનું સરવૈયું છે. અકસ્માતમાં પૂર્વજન્મનું કામ ચાલ્યું પણ આવતું હોય એટલે એમાં માણસનું કંઈ ન ચાલે. પણ તે સિવાય સામાન્ય રીતે તે જીવન જેવું જિવાય તેવું જ મૃત્યુ થાય. જીવનને વળ મૃત્યુના છેડામાં છે. વિવેકી માણસ જીવનને છેડે સુંદર કેમ થાય તેને જ વિચાર કરે છે. એટલા માટે આ સમગ્ર દર્શન પછી સમ્યક્ જ્ઞાનની જરૂર છે. આત્મા શું છે, ક્યાં જવાનું છે, કેવી રીતે કર્મથી ભારે થાય છે, કેમ મુક્ત થાય અને અમૃતતત્વનો ભક્તા બને તે જાણવાનું છે. યાજ્ઞવલ્કય આત્મસાધના કરવા અરણ્યમાં જતાં પહેલા પોતાની બધી સંપત્તિ વહેચે છે. આ જઈ પત્ની મિત્રેયીએ તેમને પૂછ્યું: “આપ મને પણ શું આ સંપત્તિ જ આપવા માગે છે ? અને એ જે આપવા જેવી વસ્તુ હોય તે આપ એને ‘તજવા કેમ તત્પર બન્યા છે? આનાથી મને અમૃતનું તત્વ મળવાનું ખરું? જેનાથી અમૃત ન મળે તે લઈને હું શું કરું? જે લીધા પછી છેડવું પડે તે લીધું પણ શા કામનું? મને તે તમે જે સાધનાથી આત્મતત્ત્વ પામવાના છો એ બતાવે.”

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46