Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 25
________________ ૨૦ કરું?” સૌ બેલી ઊઠે છે: “તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. વાચતાં પણ ન આવડે?” થોડી વારમાં શહેર નજીક આવતું દેખાયું. ટાવરમાં ટકરા પડે છે. યુવાને પેલા નાવિકને પૂછે છે “વાચતાં તે ન આવડે પણ બરાબર ગણતાં તે આવડે છે ને? ગણ જોઈએ, કેટલા ટકોરા થયા?” “ભાઈઓ, મને ગણતાં ય બરાબર નથી આવડતું.” ત્યારે સૌ ખડખડાટ હસી પડ્યા અને કહેઃ “તારી પાણી જિંદગી પાણીમાં ગઈ.” ડીવાર પછી ઉપરવાસથી પૂર આવતું દેખાયું. નાવિકે જાહેર કર્યું: “પૂરનું ખૂબ જોર છે! પૂર આવી પહોંચતા નૌકા કદાચ ગુલાંટ પણ ખાઈ જાય. તમને તરતાં આવડે છે?” કેઈને તરતાં આવડતું નહોતું. એટલામાં પૂર આવ્યું. નાવ ડૂબવા લાગી. નાવિકથી ન રહેવાયું. એણે કહ્યું: “મારી પિણી જિંદગી પાણીમાં ગઈ, પણ પા બચી જશે; જ્યારે તમારી તે હવે આખી જિંદગી પાણીમાં જવાની. અહીં તરવાના જ્ઞાન સિવાય બીજું બધું જ્ઞાન નકામું છે.” આ વાત સૌને લાગુ પડે છે. તમને બીજુ બધું જ્ઞાન છે, બધી રીતે હોશિયાર છે, આ બધું ખરું, પણ સંસારસાગરમાં કેમ તરી જવું તે આવડે

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46