Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 22
________________ મારાથી ભિન્ન એમ થાય છે. એક્તા હોય તે તે સંબંધની છે સંબંધ તૂટતાં આત્મા જુદે અને દેહ જુદે. સંબંધ પૂરો થયો એટલે દુઃખ પણ દૂર થયું. ઘણાય એવા સુકુમાર શરીરવાળા માણસ છે, જેમનાથી જરીયે તાપ સહન ન થાય, પણ સંબંધ પૂરો થતાં આત્મા આગળ વધે છે, પછી પાછળ રહેલા શરીરને બાળવામાં આવે છે; અને છતાં એ ફરિયાદ કરે કે મારાથી તાપ સહન નહિ થાય ! આ વાત વિવેકદષ્ટિથી વિચારવાની છે–મૃત્યુ પછી નહિ પણ જીવતાં સમજવાની છે; દ્રષ્ટા બની આ વસ્તુને જેવાની છે. દ્રષ્ટાની દષ્ટિ મળતાં તમે આજે જેને સ્વ માને છે તે પર લાગશે. વસ્તુમાંથી સ્વત્વ નીકળી જતાં નિર્મમત્વની શાન્તિ મળશે. પછી શરીર પર દુઃખ થતું દેખાશે, પણ દુઃખને સ્પર્શ નહિ થાય દ્રષ્ટા બની જેનારને દુઃખ પડે ખરું, પણ સ્પશે નહિ. - આ પ્રયોગ બહુ વાર કરે પડશે. પ્રારંભમાં કઠિન લાગશે પણ ધીરે ધીરે દષ્ટિ ખીલતાં ભિન્નતાનું જ્ઞાન વધતું જશે. પ્રાગ વગર આગળ નહિ વધાય. પ્રસન્નતાપૂર્વક ઉપવાસ કરતા અને ઉપવાસ કરી પ્રસન્નતા માણતા સાધકને તમે જોયા છે? ભૂખ્યા

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46