Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 20
________________ આત્માની ઓળખાણ થતાં સંસાર અનાસકિતવાળ અને ઉચ્ચ વિચારણાનું ધામ બને છે. અત્યારે લેકે તુચ્છ સ્વાર્થ માટે ભેગાં થયાં છે. ઊણપ આવી લે તમે તમારે રસ્તે અને હું મારે રસ્તે. બન્નેના રસ્તા જુદા. પણ આત્માની ઓળખથી તે બન્ને એકબીજાને માટે સહન કરે છે. અંજના સતીને પતિને વિયાગ ૨૨ વર્ષ રહ્યો. પવનંજય સામે જુએ કે નહિ પણ બાઈ કહે કે, આ તે શરીરની વાત છે; ચાલે સંયમ પળાશે; તે છતાં એના આત્માને હું તારીશ. ૨૨ વર્ષે જ્યારે પવનંજયની આંખ ઊઘડે છે ત્યારે પશ્ચાત્તાપ થાય છે. રડે છે. કહે છે કે, “હું દુષ્ટ હતા.” પત્ની કહે છે કે, “તમે દુષ્ટ હતા જ નહિ. જે દુષ્ટ હતા તે આંસુ ક્યાંથી? હવે તો દુષ્ટતા પણ દેવાઈ ગઈ.” જાણે કે ૨૨ વર્ષમાં કાંઈ બન્યું જ નથી. આવી વાત આત્માની ઓળખાણથી થાય. રત્નત્રયીની ત્રિપુટી જીવનમાં આવી જાય, ઓળખ થાય તે સંસાર જુદો જ બને. પછી તમે સાથે રહો પણ ઊર્ધ્વગતિએ પહોંચવા સદા તત્પર રહે. - આત્માની ઓળખાણ પછી નવમે ભવે રાજુલા

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46