Book Title: Ratnatrayi Author(s): Chitrabhanu Publisher: Divyagyan SanghPage 18
________________ આધ્યાત્મિક સુખ બાળકને પણ કેમ મળે. એવું જ્ઞાન એને કેમ પ્રાપ્ત થાય જેથી કેઈકના કપાળમાં એ ઘા કરી ન બેસે, સમાજને નુકસાન ન કરી બેસે. આ જવાબદારીની વાત છે. એ માટે પહેલાં આપણને એવું દર્શન થવું જોઈએ, એવી લગની લાગવી જોઈએ કે જેથી આત્મા શુદ્ધ બને. આ આત્મા સર્વમાં છે, ગયા જન્મમાં હતો, આ જન્મમાં છે અને હજુ પ્રવાસ ચાલુ જ છે, એવું જ્ઞાન થાય. ઉપવાસ, ધ્યાન, તપ જે કરે છે તે આત્માની નિર્મળતા માટે છે કારણકે એમ કરતાં કરતાં શુદ્ધિને અનુભવ થાય છે. આત્મા છે એવી પ્રતીતિ થઈ એ દર્શનની શરૂઆતનું લક્ષણ છે. મોક્ષ મળે એટલે દર્શનની પૂર્ણાહુતિ. આત્માની ઓળખ એટલે દર્શનને પ્રારંભ અને કર્મોથી આત્માની મુક્તિ એ દર્શનની પૂર્ણાહુતિ.. - તમે માત્ર આ દેહને જ ઓળખે છે – આત્માને ભૂલીને. આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી કંઈ નથી. જે પિતાને જ ન ઓળખે, આત્મા છું, તિર્મય છું, ત્રણ કાળમાં મરવાને નથી ન જાણે તે તે બીજાને ચૈતન્યરૂપેPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46