Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 16
________________ ૧૧ છે. બાળકને સુંદર વિચારે તથા સુંદર વાચન આપી તેમનું મન તૈયાર કરવાનું છે. પહેલા સુંદર મન, પછી જ ધન, આજે મન ઓછું, પણ ધન વધારે છે. - આત્મજ્ઞાનવાળી વ્યક્તિ સુખ અને દુઃખમાં સમાન રહે. પૈસાથી અહંકારી ન બને, નિર્ધનતામાં દીન અને કંગાલ ન બને. સાધનોની વિપુલતામાં એટલી જ નમ્રતા અને સાદાઈ રહે તે આ દષ્ટિના જ પ્રતાપે. ચરોતરમાં વિહાર કરતાં એક ધનાઢ્ય ભાઈ મળ્યા. તેમના કપાળમાં મોટે ઘા હતે. ગરીબાઈ માંથી શ્રીમંત થયા હતા. સાદાઈથી રહે અને પૈસા દાન વગેરેમાં વાપરે. એમના કપાળના ઘા વિશે પૂછતાં તેમણે કહ્યું કે, “આ ઘા મારે ગુરુ છે, તેણે ગુરુનું કામ કર્યું છે. નાનપણમાં હું એક ધનવાનના મકાનની બાજુમાં રહેતો હતો. ધનવાનના દીકરા રમવા આવે ત્યારે કેઈવાર ખિસ્સામાંથી ચોકલેટ વગેરે કાઢીને ખાય અને કોઈવાર મને “આપે. એકવાર તેમની માએ આપવાની ના કહેવાથી મને ન આપી. બાળકો માએ આપેલ વિચારોનું પ્રતિબિંબ છે. હું ઘેર જઈ રડવા લાગ્યા. માએ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46