Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 13
________________ ૧૪૪૪ થાંભલા છે. તેમાં એક થાંભલા પર બે નાની આકૃતિઓ હાથ જોડીને ઊભી છે. જાણે કહી રહી છેઃ અમે કાંઈ કરી શક્યા નથી. જેના જીર્ણોદ્ધારમાં જ ૧૩ લાખ રૂપિયા લાગ્યા તો તેના બાંધકામમાં કેટલો ખર્ચ લાગ્યો હશે તેની કલ્પના કરે ! છતાં, કયાંય બંધાવનારનું નામ દેખાતું નથી. હાથ જોડેલાં પતિપત્નીમાંથી નમ્રતા નીતરે છે. ભગવાનની લગન લાગી હોય તે એમ જ કહે ને કે જે જોયું છે તેની આગળ અમે જે કર્યું છે તે શી વિસાતમાં છે? દર્શન એટલે ચિ. તેની પ્રાપ્તિ વિના બેચેની લાગે. ભગવાનના ભક્તો પાગલ લાગે કારણકે એ પિતામાં ખવાઈ ગયા છે, સતની પાછળ પાગલ થયા છે, વાત કરતાં પણ એને ભગવાનનું સ્મરણ આવે છે. - જ્ઞાન અને ચારિત્ર દર્શન વગર નકામાં છે. પહેલાં દર્શન થવું જોઈએ, ભગવાનને જોઈને મનમાં અહોભાગ્ય લાગવું જોઈએ. થાય કે આ ભગવાન મારા આત્માનું પૂર્ણ રૂપ છે. કષાયોને લીધે તેમને અધૂરે અંશ હું છું. તો હું પૂર્ણના ધ્યાનથી પૂર્ણ બનું એવી લગન, એવી રુચિ મને થવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46