Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 10
________________ કઈ વસ્તુ જોઈએ અને ગમી જાય, મનમાં ચાટી જાય, જોયા પછી વસ્તુની લગન લાગી જાય; થાય કે આ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરું, કેવા પ્રયત્નથી મેળવું, આ દિલની લગનને “સમ્યગ દર્શન” કહે છે. - આત્માની લગન લાગે, આત્મા માટે સંચિ જાગે, થાય કે આ બધું ખરું પણ અંદર રહેલાને પામું નહિ, શોધું નહિ તે આ જન્મને અર્થશે ? અંદરની વસ્તુ જોઈ પોતે તેના તરફ આકર્ષાઈ જાય તેનું નામ સમ્યગૂ દર્શન. બજારમાં થોડા પૈસા લઈને નીકળ્યાં ને ત્યાં તમને કીમતી વસ્તુ ગમી જાય, તમારા દિલમાં વસ્તુ ભાવી જાય; થાય કે ખરીદીને જ રહીશ. પણ તમારી પાસે પૂરા પૈસા નથી, તમે દુકાનદારને કહે છોઃ “મારે માટે આ રહેવા દે. ગમે તેમ કરીને પૈસા ભેગા કરીશ. મારી ખાતર તું આ વસ્તુ વેચીશ નહિ. એક વસ્તુ ગમી જાય તેને માટે આ કેવી તાલાવેલી! ' - અધ્યાત્મ માટે પણ આવી જ રુચિ પ્રગટવી જોઈએ. એક વસ્તુ ગમી ગઈ તે કુરબાન થઈ જવાય છે. એની પાછળ દુનિયા, પૈસા, સંસાર કે જીવન બધું જ કુરબાન છે. ત્યાગ કરનારને–જેણે ઘર વગેરે છોડ્યાં

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46