Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 207
________________ १९४ सर्वज्ञत्वसिद्धिः । [ ૨, ૨૩ વિવાદાપન વર્ધમાનાદિમાં આમાંનું કાંઈ પણ સાધનાર તમારી પાસે કોઈ પ્રમાણ નથી, જેથી કરીને તમે તે તે વિરુદ્ધઉપલબ્ધિઓની સિદ્ધિ કરી શકે. • મીમાંસક–કિંચિજજ્ઞત્વનું અવિરોધી કાર્ય વકતૃત્વ ઉપલબ્ધ છે જ, જેથી કરીને સર્વજ્ઞત્વનો નિષેધ સિદ્ધ થાય છે. કારણ કે સર્વજ્ઞત્વનું વિરોધી કિંચિજજ્ઞત્વ છે અને તેનું અવિરોધી કાર્ય વકતૃત્વ છે. માટે સર્વજ્ઞત્વના વિરુદ્વના કાર્યની ઉપલબ્ધિ થવાથી સર્વજ્ઞત્વને બાધ સિદ્ધ થાય છે. જૈન–જેને તમે સર્વજ્ઞત્વના વિરુદ્ધનું કાર્ય માન્યું તે વકતૃત્વ તમે કેવું માને છે ? તે શું પ્રમાણથી વિરુદ્ધ અર્થનું વકતૃત્વ છે, પ્રમાણથી અવિરુદ્ધ અર્થનું વકતૃત્વ છે કે માત્ર વકતૃત્વ છે? પ્રથમ પક્ષ તે યુક્ત નથી. કારણ વધમાનાદિમાં પ્રમાણુથી વિરુદ્ધ વકતૃત્વ છે જ નહીં અને જે પ્રમાણથી અવિરુદ્ધ વકતૃત્વ માને તે હેતુ વિરુદ્વકાર્યોપલધિરૂપ બનતું નથી કારણ કે તેવું વકતૃત્વ સર્વજ્ઞત્વથી વિરુદ્ધ જે કિંચિજજ્ઞત્વ છે તેનું કાર્ય તે હેય નહીં પણ સ્વયં સર્વજ્ઞત્વનું જ કાર્ય હોઈ તે હેતુ કાર્યોપલબ્ધિરૂપ થશે અને તે તે સર્વજ્ઞ ત્વને નિષેધ નહીં પણ સર્વજ્ઞત્વની વિધિને જ સિદ્ધ કરશે. જેમકે-ધૂમે પલબ્ધિરૂપ હેતુ અનિને નિષેધ નહિ પણ તેની વિધિને જ સિદ્ધ કરે છે. આ રીતે તે તમારે આ હેતુ વિરુદ્ધ થઈ જશે. ત્રીજા વિકપમાં માત્ર “વફતૃત્વરૂપ તમારો હેતુ વ્યભિચારી છે, કારણ કે–સર્વજ્ઞત્વના અવિરુદ્વકાર્ય રૂપ છે, અર્થાત સર્વજ્ઞ કે અસર્વજ્ઞ સાથે કશો વિરોધ ન હોવાથી તે હેતુ વ્યભિચારી થશે તેથી કરીને અસર્વવિત્વની સિદ્ધિમાં અવિરુદ્ધકાર્યોપલબ્ધિરૂપ હેતુ અસમર્થ છે. મીમાંસક–વદ્ધમાનમાં સર્વજ્ઞત્વને અભાવ છે, કારણ કે-તેમનું સર્વજ્ઞત્વ અનુપલબ્ધ છે, આ પ્રકારે અનુપલબ્ધિથી વિદ્ધમાનમાં અસર્વવિત્વ સિદ્ધ કરીશું. જૈન–અહીં અનુપલબ્ધિથી તમને વિરુદ્ધાનુપલબ્ધિ અભિપ્રેત છે કે અવિરદ્વાનપલબ્ધિ ? વિદ્વાનુપલબ્ધિ હોય તે તે સર્વજ્ઞત્વની સિદ્ધિમાં જ સમર્થ છે. જેમ કે-એકાન્તસ્વરૂપની અનુપલબ્ધિ હોવાથી વસ્તુ અનેકાન્તસ્વરૂપ છે. અને જે અવિરુદ્ધાનુપલબ્ધિ હોય તે તે સ્વભાવાનુપલબ્ધિ, વ્યાપકાનુપલબ્ધિ, કાર્યાનુપલબ્ધિ, કારણનુપલબ્ધિ કે સહચરાધનપલબ્ધિ છે? સ્વભાવાનુપલબ્ધિ હોય તે-સામાન્ય નિવિશેષણ) છે કે ઉપલબ્ધિલક્ષણપ્રાપ-દશ્યની અનુપલબ્ધિરૂપ છે? હવભાવસામાન્યની અનુપલબ્ધિ હોય તે તે હેતુ વ્યભિચારી થશે કારણ કેજગતમાં અદશ્ય એવા પિશાચાદિની અનુપલબ્ધિને કારણે તેમને અભાવ સિદ્ધ થતું નથી. ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત-દશ્યસ્વભાવની અનુપલબ્ધિરૂપ બીજે હેતુ હોય તે અસિદ્ધ છે, કારણ કે-સર્વવિત્વ એ સ્વભાવવિપ્રકૃણ-સ્વાભાવે અમૂર્ત હોવાથી દશ્ય કહેવાય નહીં. એટલે તેની અનુપલબ્ધિ એ દશ્યાનુપલબ્ધિ નથી પણ અદશ્યાનુપલબ્ધિ છે. વ્યપકાનુપલબ્ધિ આદિ બાકીના ચારે હેતુઓ તે તુચ્છ છે. કારણ કે-સર્વવિત્વનું વ્યાપક સકલ પદાર્થને સાક્ષાતુકરવાપણું છે, કાય અતીન્દ્રિય પદાર્થોને ઉપદેશ છે, કારણ સમસ્ત આવરણને ક્ષય છે, અને તેના સહુચરાદિ ભાયિકભાવના ચારિત્રાદિ છે. અને વિદ્ધમાનાદિ ધર્મમાં આ વ્યાપકાદિ ચારેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254