Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 234
________________ રત્નાકરાવતારિકાનાં ટિપ્પણું પ્રથમ પરિચ્છેદ ૧. ૮ સિદ્ધ' આ મંગળ લેકની શતાથી' નામે ટીકે જિનમાણિકય ગણિએ રચી છે. નામ શતાધી છે પણ આમાં આ એક જ કારિકાના જુદા જુદા ૧૧૧ અર્ધ કરવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે-વર્ધમાન જિનની સ્તુતિ ૧૨, સિદ્ધાર્થનૃપ ૧, ત્રિશલા ૧, ગૌતમ ૧, નન્ટિવર્ધન , 2ષભથી માંડી વર્ધમાન સુધીના ૨૪ તીર્થંકર ૨૪, વૃષભ, વર્ધમાન, ચન્દ્રાનન અને વારિપેણ આ ચાર શાશ્વત તીર્થકરો ૪, શત્રુંજયતીર્થ ૧, રૈવતગિરિ ૧, સાધારણ જિન ૬, સિદ્ધ ૨, આચાર્ય ૧, ઉપાધ્યાય ૧, સર્વ સાધુ ૮, વાચનાચાર્ય ૨, સ્વગુરુ ૨, વાણી ૧, જિનધર્મ ૨, સિદ્ધાન્ત ૩, સિદ્ધિ ૧, શ્રાદ્ધ ૨, સામાન્ય વ્યવહારી ૨, બ્રહ્માવિધાતા ૩, વિશુ-નારાયણ ૫, ભાવી તીર્થકર તરીકે વિષ્ણુ ૧, શિવ ૨, પાર્વતી ૩, સૂર્ય ૨, ચંદ્ર ૧, રાજ ૧, પ્રદીપ ૩, અગ્નિ ૧, કામ ૧, પિક ૧, મેઘ ૧, સહકાર ૧, નિમ્બ ૧, વાત ૧, રાત્રિ ૧, શલભ ૧, શરાવ ૧, અને સિદ્ધહેમ વ્યાકરણ ૧. આ કૃતિ હજી છપાઈ નથી આ કૃતિને અંતે જિનમાણિક ના શિષ્ય વિજયે રચેલ પ્રશસ્તિ આપવામાં આવી છે. તેની રચના તેમણે ૧પ૩૯ વિક્રમ સંવતમાં કરી છે. આથી શતાથની રચના પણ એ જ વર્ષમાં પૂરી થઈ હશે તેમ માની શકાય. આની હસ્તપ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના હસ્તપ્રત ભંડારમાં છે. અને તેનું મુદ્રણ લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ તરફથી શરૂ કરવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં સિદ્ધિ શબ્દના અનેક અર્થો છે–સમગ્ર પ્રકારની ભૌતિક સંપત્તિ ગ્રન્થની સમાપ્તિ, વાચકને થતી જ્ઞપ્તિ અને તે દ્વારા મુક્તિ. ૧.૧૦ વાર અહીં સૂચવેલ દિગમ્બર તે કુમુદચન્દ્ર છે અને વાદી દેવસૂરિ અને કુમુદચંદ્રને વાદ મહારાજાધિરાજ જયસિંહ દેવની સમક્ષ થયે હતો એમ પંડિત જ્ઞાનચંદ્ર ટિપ્પણમાં ખુલાસે કર્યો છે. આનું સમર્થન તાડપત્રની એક હસ્તપ્રતની કાષ્ઠ પૃષ્ઠિકામાં દોરેલા ચિત્ર ઉપરથી તથા યશશ્ચન્દ્રકૃત મુદ્રિતકુમુદચંદ્ર નામના નાટકમાથી પણ મળે છે. આથી વાદી દેવસૂરિને દિગમ્બરચાર્ય કુમુદચંદ્ર સાથે વાદ થયો હતો એ હકીકત સાચી જણાય છે. ૪. ૪. બરફના – આ પ્રથમ વિશેપણને સારાંશ છે કે સમુદ્ર રત્નાદિ અનેક પદાર્થો અને તેને સંધરનાર જલથી યુકત હોય છે, તેમ આ સ્યાદ્વાદરત્નાકર નામને ઝઘરૂપ લકત્તર સમુદ્ર પણ વિવિધ પ્રમેયરૂપ પદાર્થો અને તેને સંધરનાર શબ્દોથી સંપન્ન છે. આ શાસ્ત્રરૂપ સમુદ્રમાં જે પદાર્થોનું વર્ણન છે તે અતિ ગંભીર છે. અને તેના પ્રતિપાદક જે શબ્દ છે તે પણ અભિપ્રેત અર્થનું પ્રતિપાદન કરતા હોવાથી નિર્દોષ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254