Book Title: Ratnakaravatarika
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 220
________________ ૨. ૨૯ ] ईश्वरस्य जगत्कर्तृत्वानरासः। २०७ ગૃહીત છે, તે અગ્નિ વડવાનલ અને જઠરાગ્નિથી વિલક્ષણ જ છે. અને એવા વિલક્ષણ અગ્નિનું જ ધૂમથી જ્ઞાન થાય છે, નહીં કે વડવાનલાદિ બધા પ્રકારની અગ્નિનું. માટે આ અનુમાન પણ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનના વેદ્ય પદાર્થને જ વિષય કરનાર હોવું જોઈએ. જે એમ ન માને તો ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનથી વ્યાપ્તિની પ્રતીતિ દુર્ઘટ બની જશે. અર્થાત્ વ્યાપ્તિ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ નહીં થાય. તેથી કરીને પ્રસ્તુત અનુમાનમાં વ્યાપ્તિનો વિષય નહીં થયેલ એવા (અદશ્ય) બુદ્ધિમજન્યની અનુમેયતા (માધ્યતા) આદરણીય નથી, અર્થાત્ અદશ્ય અનુમેય સાધ્ય બની શકતું નથી. પરંતુ બુદ્ધિમનિમિત્તને પૂર્વોક્ત અનુમાનમાં અનુમેય-સાધ્યરૂપ કહેલું તે છે. માટે બુદ્ધિમત્કતૃત્વને ઇન્દ્રિજન્યજ્ઞાનના વિષય તરીકે અવશ્ય માનવું જ જોઈએ. અને જે તે પ્રકારનું બુદ્ધિમજન્યત્વ માનવામાં આવે તે પછી એવું બુદ્ધિમજન્ય તરુવિઘુદાદિમાં ઉપલબ્ધ થતું નથી. માટે પૂર્વોક્ત અનુમાનના ધમીમાં અંશથી આ ઇન્દ્રિયવેદન દ્વારા બાધ થાય છે. નાયિક—મહેતુથી જાણવા યોગ્ય અગ્નિ પણ પ્રત્યક્ષથી દેખાતો નથી. તે તે પણ આ ઇન્દ્રિયજન્ય વેદના જ્ઞાનથી અંશતઃ બાધિત થશે. કારણ કે- અગ્નિ- વિષયક અનુમાનમાં પણ અનુમાન કરનાર પ્રમાતાને અગ્નિનું ઇન્દ્રિયજન્ય (પ્રત્યક્ષ) જ્ઞાન થતું નથી. જૈન-તમારું આ કથન પણ મને હારી નથી. કારણ કે આ અનુમાનમાં તે અનુમાન કરનાર પુરુષને અગ્નિ સાથે વ્યવધાન છે. અર્થાતુ અનુમાન કરનાર પુરુષને અવિન સાથે સાક્ષાત્ સંબંધ નથી. અને વ્યવધાનવાળો પદાર્થ ઇન્દ્રિયને વિષય થતો નથી, એટલે પર્વતની જે અગ્નિ ઈન્દ્રિયને વિષય જ બને નથી, તેનું જે ઇન્દ્રિય પ્રત્યક્ષ ન થાય તે તેથી તેમાં કશો બાધ થઈ શકત નથી. કારણ કે પ્રમાતા પુરુષ જ્યારે વળી પર્વત પ્રદેશમાં પ્રવૃત્તિ કરે છે. ત્યારે તે વ્યવધાન વિનાને અગ્નિને પ્રત્યક્ષથી જાણ પણ શકે છે. પરંતુ તરુ વિલ્લતા મેઘાદિ પદાર્થના બુદ્ધિમનિમિત્તને તે તેમાં પ્રવૃત્તિ કરનાર અને સતત સાવધાન છતાં પ્રમાતા જેઈ જ શકતા નથી. અર્થાત્ પ્રમાતા વૃક્ષાદિમાં બુદ્ધિમત્કતને ઇન્દ્રિય પ્રત્યક્ષથી કયારેય સાક્ષાત્ જાણી શકતા જ નથી. માટે તમારા પૂર્વોકત અનુમાને ધમી ઇન્દ્રિયજન્ય વેદનથી અંશત: બાધિત છે એ અમારું કથન યુકિતયુકત સિદ્ધ થયું. તેથી ઉપર પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણથી ધમી બાધિત (દ્રષિત) થયા પછી ‘ઉત્પત્તિ નિમિત્તને આધીન હોવાથી એ હેતુનું કથન કરવાને કારણે તમારા મતાનુસાર ચો હેત્વાભાસ એટલે કાલાત્યયાદિષ્ટ નામને એ હેત્વાભાસ થયો અને અમારા મતે તે અન્તવ્યક્તિ ન હોવાથી અનિયત પ્રતિપત્તિનું નિમિત્ત બનવાને કારણે તે હેતુ અગ્નિકાન્તિક છે. એટલે કે હેતુ વ્યભિચારી હોવાથી તેને પરાભવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254