________________
કોઈ ફેરફાર નથી.” પછી મેં વિક્ટરને પૂછ્યું, “તમે આ પ્રશ્ન મને પહેલાં બે વખત પૂછ્યો છે તો તેનું ખાસ કંઈ કારણ છે ?' વિક્ટરે કહ્યું, “એ હું તમને અત્યારે નહિ કહું.' એમ કહી વિક્ટર બાજુના ખંડમાં ચાલ્યો ગયો.
| વિક્ટરના ગયા પછી હું વિચારે ચડ્યો. વિક્ટરને કશુંક કહેવું છે પણ એ તરત કહેવા ઇચ્છતો નથી તેમ દેખાય છે. અમારામાંના ઘણાખરા ઝોકાં ખાતાં હતાં. અડધા કલાક પછી વિકટરે વેઇટિંગ રૂમમાં ફરી રાઉન્ડ માર્યું. એણે જોયું કે બધા ઊંઘી ગયા છે. ફક્ત હું એકલો જાગતો બેઠો છું. એટલે તે મારી પાસે આવ્યો અને બોલ્યો, “ડૉ. શાહ, તમને ઊંઘ નથી આવતી ?' મેં કહ્યું, “ના, મને આવી રીતે જાગવાની ટેવ છે, પણ મને એક પ્રશ્ન થાય છે કે તમે અમને, ખાસ કરીને મને એમ કેમ પૂછ્યા કર્યું છે કે સોવિયેટ યુનિયનમાં આ તમારો છેલ્લો દિવસ છે ?” વિક્ટરે ચારે બાજુ નજર ફેરવી. વેઇટિંગ રૂમમાં કોઈ રશિયન કે યુક્રેનિયન પ્રવાસી નથી અને ફરજ ઉપર બીજું કોઈ દેખાતું નથી એ જોઈ એણે મારા કાનમાં કહ્યું, “ડૉ. શાહ, તમારી સાથે આટલી આત્મીયતા થઈ ગઈ છે એટલે જ હું તમને કહું છું. આવું પૂછવાનું કારણ એ છે કે મારે તમારી સાથે થોડી ખાનગી વાત કરવી છે. અત્યાર સુધી ઈડા ફરજ ઉપર સાથે હતી એટલે હું કશું બોલ્યો નથી, પણ હવે એ ગઈ છે એટલે મારી અંગત વાત તમને કરી શકીશ.” મેં કહ્યું, “ભલે, તમે મારામાં જરૂર વિશ્વાસ રાખજો. તમારા દેશની સ્થિતિ હું જાણું છું. એટલે તમારી અંગત વાત તમે જરૂ૨ મને કહી શકો છો.' વિક્ટરે કહ્યું, “પણ એ અંગત વાત હું તમને અત્યારે નહિ કહું. હજુ ટ્રેન આવવાને બે કલાકની વાર છે. અહીં તો હવા પણ વાતને લઈ જાય છે. માટે જોખમ નથી ખેડવું. મારે તમને ખાનગી વાત કહેવી છે એટલું કહેવામાં પણ મારે માટે અહીં જોખમ ગણાય.” આટલું કહીને વિક્ટર પાછો પોતાના ખંડમાં ચાલ્યો ગયો.
હું ફરી વિચારે ચડી ગયો. વિક્ટરને એવી તે શી વાત કરવી છે કે જે કરતાં તે આટલો ગભરાય છે. વળી મને પોતાને પણ ચિંતા થવા લાગી કે રખેને વિક્ટર એવી કોઈ વાત ન કરી બેસે કે જેના પરિણામે હું પણ એની સાથે ફસાકે. અલબત્ત, સોવિયેટ સરકાર પોતાના નાગરિકો સાથે જેટલી કડક છે તેટલી પરદેશીઓ સાથે નથી. તો પણ મારા મનની અંદર કુતર્ક ચાલવા લાગ્યા. વિક્ટરને જાસૂસીની દૃષ્ટિએ કોઈ વાત કરવાની હશે ? કે પછી વિક્ટર મારી પાસેથી કંઈ વાત કઢાવવા કોઈ નાટક તો
કિએવનો ગાઇડ વિક્ટર * ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org