________________
સિડનીનું નામ જિંદગીમાં કોઈ દિવસ સાંભળેલું નહીં. ગોરા લોકોના ઉચ્ચાર જુદા, એટલે તેઓ બધા “સિડની’ને બદલે “ફિજી” સમજ્યા. બધા સિડની બંદરે ઊતરી પડ્યા ! પરદેશનો આ પહેલવહેલો અનુભવ હતો. ક્યાંથી ક્યાં જવાય તેની ગતાગમ ન હતી. ગામમાં જઈ પોતાનાં ઓળખીતાંનાં નામ પૂછે, પરંતુ કોઈ મળ્યાં નહીં.”
‘દરમિયાન સ્ટીમર તો ઊપડી ગઈ હતી. માથે પોટલાં ઊંચકી આસપાસ દસ-પંદર માઈલમાં ઘણાં ફાંફાં માર્યા. પછી તેમને સમજ પડી કે તેઓ બીજી કોઈ જગ્યાએ આવી પહોંચ્યા છે. ફિજી તો હજુ અહીંથી લગભગ બે હજાર માઈલ દૂર સ્ટીમરમાં જવાનું છે. તે માટે ફરી બીજી ટિકિટ કઢાવવી પડે, પરંતુ પોતાના ગુજરાન માટે પણ કોઈની પાસે પૂરતા પૈસા નહોતા. એટલે બધાને તરત મજૂરીએ લાગી જવું પડ્યું.
કોઈ જંગલોમાં ઝાડ કાપવા માટે, કોઈ રસ્તો બનાવવા માટે, કોઈ મકાન બાંધવા માટે, કોઈ ખેતરોમાં ગોરા લોકોને મદદ કરવા માટે કામે લાગી ગયા. ચાર-છ મહિના ખૂબ કાળી મજૂરી કરી. ગોરા લોકોનાં માર અને અપમાન સહન કર્યા. ધીમે ધીમે પૈસા બચાવ્યા અને સ્ટીમરના ભાડા જેટલા પૈસા થયા એટલે સ્ટીમર પકડી ફિજી આવી પહોંચ્યા. અહીં ફિજીમાં પણ શરૂઆતમાં બહુ કપરી મજૂરી કરવી પડી. પરંતુ પહેલા વિશ્વયુદ્ધ વખતે તેઓ ઠીક ઠીક પૈસા કમાયા અને બીજા વિશ્વયુદ્ધ વખતે તો લાખોપતિ થઈ ગયા. એને લીધે આજે પણ પૈસેટકે બહુ સુખી છીએ; જોકે અમે ખાસ કંઈ ભણ્યા નથી.'
શ્રી પટેલે રસ્તામાં પોતાની મોટી મોટી દુકાનો અને માલિકીનાં ઘરો બતાવ્યાં. ત્યાર પછી થોડે દૂર આવેલા તેમના બંગલે અમે પહોંચ્યા. ચા-પાણી લીધાં. શ્રી પટેલે પોતાના કુટુંબના સભ્યોનો મને પરિચય કરાવ્યો અને ચારપાંચ મિત્રોને ફોન કરી જણાવ્યું કે, “ઇન્ડિયાથી ડૉક્ટર રમણભાઈ આવ્યા છે, અનુકૂળતા હોય તો સાડાબાર વાગ્યે દુકાને આવજો.”
શ્રી પટેલ સાથે એસ.પી.યુ. જવા હું નીકળ્યો. રસ્તામાં એમની સાથે શી વાત કરવી તે હું વિચારતો હતો. ત્યાં તો એમણે જ મને પૂછ્યું, “ઇન્ડિયામાં આયુર્વેદિક દવાઓ કઈ કંપનીની સારી આવે છે ?'
મેં કહ્યું, “ઘણી કંપનીઓની આવે છે. પરંતુ તેમાં ઝંડુ, ધૂપારેશ્વર, ચરક, વૈદ્યનાથ વગેરેની દવાઓ સારી ગણાય છે.”
મને જવાબ આવડ્યો તેથી આનંદ થયો. મનમાં થયું કે આવું થોડું સામાન્ય જ્ઞાન હોય તો સારું; અપરિચિત માણસ સાથે પ્રથમ મુલાકાતે મૂંગા
નવા વર્ષની ભેટ અર ૩૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org