Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 403
________________ દીકરો ભરી દેશે.” - “તો ઈન્ડિયન ટૂરિસ્ટ તરીકે જાઉં છું. મારાથી એવી રીતે રેડિયો લઈ જવાય ? અને ત્યાં આવી રીતે આપી શકાય ?' તેની તમે ફિકર નહીં કરતા. અમારે બધે ઓળખાણ છે. મારો દીકરો કસ્ટમ્સમાં બધું પતાવી દેશે.” હું વિમાસણમાં પડ્યો. આવી રીતે કોઈનાં સંપેતરાં લઈ જવાથી વિદેશપ્રવાસમાં અણધારી મુશ્કેલી આવતી હોય છે એવી કેટલીક વાતો સાંભળેલી છે. કોઈક વાર મોકલનારે તેમાં બીજી જ કોઈ વસ્તુ સંતાડી હોય છે. હું મૂઝવણ અનુભવવા લાગ્યો. એક બાજુ એમનો દીકરો એરપોર્ટ ઉપર લેવા આવે, ઘરે ઉતારે, ઓકલેન્ડમાં બધે ફેરવે, અને બીજી બાજુ એમનું એક સંપેતરું લઈ જવાની મારે “ના” પાડવી પડે એવી સ્થિતિ થઈ. મેં ત્વરિત નિર્ણય કરી લીધો અને હિંમતપૂર્વક કહ્યું, “તમારો રેડિયો હું નહિ લઈ જઈ શકું તો તે માટે મને માફ કરશો. મને કસ્ટમ્સમાં ખોટું બોલવાનું આવડશે નહિ અને ગમશે નહિ. માટે બીજી કોઈ ચીજવસ્તુ આપવી હોય તો જરૂર આપો કે જેમાં કસ્ટમ્સની દૃષ્ટિએ કોઈ મુશ્કેલી ન પડે.” મારા શબ્દોની અસર શ્રી પટેલના ગંભીર બનતા જતા ચહેરા પર જોઈ શકાતી હતી. એમણે કહ્યું, “યૂટી-પેનલ્ટી બચાવવા માટે તો અમે આ બધું તમારા માટે કરીએ છીએ. ઑકલૅન્ડમાં શહેરથી ઍરપૉર્ટ કેટલું બધું દૂર છે તેની તમને ખબર છે ? ટૅક્સીના કેટલા બધા ડૉલર થાય છે ! વળી, ત્યાં હોટેલો કેટલી બધી મોંઘી છે તેની તમને ક્યાં ખબર છે ? આટલા ઓછા પરિચયે અમે તમારા માટે આટલી બધી સગવડ કરીએ અને તમે અમારું આટલું નાનું સરખું કામ ન કરો ?' બોલતાં બોલતાં શ્રી પટેલના અવાજમાંથી સૌમ્યતા ક્રમે ક્રમે અદશ્ય થતી જતી હતી. હું મૌન રહ્યો. રેડિયો લઈ જવાની મારી સંમતિ નથી તેમ સમજતાં શ્રી પટેલે તરત ઑકલૅન્ડ ફરીથી ફોન જોડ્યો અને દીકરાને કહ્યું, “ડૉક્ટર રેડિયો લઈ આવવાની ના પાડે છે, માટે હવે તારે ઍરપૉર્ટ પર આવવાની જરૂર નથી. તેઓ હોટેલમાં ઊતરશે.' મારા ઈનકારનો આટલો ત્વરિત અને કડક પ્રત્યાઘાત પડશે તેવી મને કલ્પના ન હતી, પરંતુ પરિસ્થિતિએ જે રીતે પલટો લીધો તેથી એકંદરે મેં રાહત અનુભવી. તરત હું ઊભો થઈ ગયો. તેમની ભાવશૂન્ય વિદાય લીધી. તેમના કે તેમના દીકરાના ચહેરા પર દાક્ષિણ્ય ખાતર કૃત્રિમ સ્મિત પણ ન હતું. નવા વર્ષની ભેટ રૂ ૩૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424