Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 407
________________ ફિજિયન ઢબનો પોશાક પહેરે છે તેમાં પુરુષોનો પોશાક ધ્યાન ખેંચે એવું હોય છે. તેઓ શર્ટ, કોટ અને ટાઈ પહેરે છે. પરંતુ પેન્ટને બદલે કમરે ત્રિકોણ આકારનું ઝાલરવાળું વસ્ત્ર લપેટે છે. ઘૂંટણથી નીચે તેઓના પગ ઉઘાડા રહે છે. તેમના કમરના વસ્ત્રનો ત્રિકોણ આકારનો છેડો આગળ બે ઘૂંટણની વચ્ચે લટકતો રહે છે. સ્કૉટલૅન્ડના સ્કૉટિશ લોકો ખાસ પ્રસંગે પેન્ટને બદલે કિલ્ટ' (Kilt) પહેરે છે તેવી રીતે ફિજિયન લોકો પણ કિલ્ટને મળતું આવે એવું વિશિષ્ટ પ્રકારનું અને માપનું રંગબેરંગી ડિઝાઈનવાળું વસ્ત્ર પહેરે છે. ફિજિયન યુવક-યુવતીઓએ પોતાના ચહેરા પર મહોરાં પહેરેલાં હતાં. હાથે પાઉડર અને રંગના કલાત્મક લપેડા કર્યા હતા. એમાં બંને યુવકોએ ખભે ગિટાર અને ડ્રમ લટકાવ્યાં હતાં. બંને યુવતીઓ નૃત્ય કરતી હતી. ચારે બુલંદ સ્વરે ગાતાં હતાં. સાથે ગિટાર અને ડ્રમ પણ જોરશોરથી વાગતાં હતાં. કોઈ વ્યવસાયી કલાકાર હોય તેવાં તેઓ લાગ્યાં. આધુનિક પાશ્ચાત્ય ઢબનાં ઝમકભર્યા ગીતો ગવાતાં હતાં. તેઓએ કેટલાક ફિજિયન લોકગીતો પણ ગાયાં. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓ હોવાથી ત્યાંનાં મશહૂર થયેલાં ગીતો ગાયાં. પછી જણાવ્યું કે ભારતતી આવેલા આપણા માનવંતા મહેમાન માટે મશહૂર ભારતીય ફિલ્મી ગીતો પણ અમે ગાઈશું. એમ કહીને “આવારા હું..” અને એવાં બીજાં ગીતો તેઓએ ગાયાં. આમ એક કલાક સુધી અમે લૉચમાં મધુર નાદ દ્વારા કર્મોત્સવ અને બહાર જલધિજલના તરંગો અને આસપાસના ટાપુઓની હરિયાળીનાં દૃશ્યો દ્વારા નયનોત્સવ એમ સાથે સાથે માણ્યો. સંગીત પૂરું થયું એટલે અમને ચા-નાસ્તો આપવામાં આવ્યો. ચારે ગાઈડ બેર૨ની ટોપી અને એપ્રન પહેરીને અમારા સૌની પાસે આવીને કોને ચા કે કોફી, ટોસ્ટ બટ૨, બિસ્કિટ વગેરે જોઈએ છે તે પ્રમાણે તૈયારી કરીને આપવા લાગ્યાં. કોઈકના પૂછવાથી ખબર પડી કે મહોરાં પહેરી ગાન-નૃત્ય કરનાર કલાકારો તે અમારાં આ ગાઈડ યુવકો અને યુવતીઓ જ હતાં. હવે તે બટલરના સ્વરૂપે હતાં. તેમની સરસ કામગીરીની અમે પ્રશંસા કરી. ફિજિયન લોકો મોટા, પહોળા અને ભરાવદાર ચહેરાવાળા છે. શરીરે તેઓ ઊંચા અને કદાવર છે. ઘણાખરા પહોળા પગલે ચાલે છે. તેમના માથાના વાળ સાવ ટૂંકા અને વાંકડિયા હોય છે. આથી પ્રથમ દૃષ્ટિએ કોઈને એમ લાગે કે તેઓ આફ્રિકન હશે ! પરંતુ ફિજિયન લોકો આફ્રિકન જેવા અને જેટલા શ્યામ રંગના નથી. ફિજિયન લોકો ઘેરા ઘઉવર્ણા છે. તેમની ચામડી ભારતીય લોકો જેવી છે. ઘણાના વાળ કાળાને બદલે સહેજ રતાશ પડતા ભૂખરા છે. એવા વાળ અને ચહેરાની આકૃતિ ઉપરથી તેઓ ભારતીય લોકો ઉલ્લૂ કર ૩૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424