Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 410
________________ ટાપુ નજીક આવ્યા. અમારી બોટ ધીમી પડી. સૂચના મળતાં અને બોટમાં તળિયે રાખવામાં આવેલા પારદર્શક કાચ પાસે પહોંચી ગયા. પરવાળાં જોવા માટે બોટમાં ચાર જગ્યાએ તળિયામાં મોટા લંબચોરસ પારદર્શક કાચ જડવામાં આવ્યા હતા. દરેક કાચની આસપાસ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે બધા પ્રવાસીઓ જુદા જુદા કાચની આસપાસ ગોઠવાયા. ઉલ્લુ ટાપુ પાસેનું સમુદ્રનું પાણી અત્યંત સ્વચ્છ હતું. સૂર્યના પ્રકાશમાં તેમાં વધુ ઊંડે સુધી જોઈ શકાતું હતું. કાચના તળિયેના પાણીમાં ફરતી નાનીમોટી વિવિધ આકારની અને પ્રકારની રંગબેરંગી માછલીઓ તરતી-ફરતી દેખાવા લાગી. નીચે જુદા જુદા આકારનાં પરવાળાં પણ દેખાયાં. મેં અગાઉ બેન્ટોટા (શ્રીલંકા), મલિન્દી (કેનિયા), પત્તયા (થાઈલૅન્ડ), મોરિશિયસ વગેરેના સમુદ્રમાં Glassbottom Boat માંથી આવાં દૃશ્યો નિહાળ્યાં હતાં. પરંતુ જેઓ પહેલી વાર આવું દૃશ્ય જુએ તે તો અવશ્ય આશ્ચર્યચકિત થયા વિના રહે નહિ. કાચમાંથી માછલીઓ અને પરવાળાં જોયા પછી અમને બધાંને સ્ટીમરના ઉપરના ખુલ્લા ડેકમાં લઈ જવામાં આવ્યા ત્યાં અમે ખુરશીઓમાં ગોઠવાયા. દરમિયાન સમુદ્રના પાણીમાંથી ત્રણ વ્યક્તિ હાથમાં પરવાળાં લઈને સ્ટીમરમાં ચડી. તેઓએ મોઢ-માથે ઑક્સિજન માસ્ક પહેરેલો હતો. અને શરીરે પગનાં તળિયાં સુધીનો ડૂબકીમારનો ડાઈવર્સ (Diver's) સૂટ પહેરેલો હતો. તેઓ સ્થાનિક વ્યવસાયી ડાઈવર્સ હોય એમ લાગ્યું. કાચમાંથી માત્ર તેમની બે આંખો દેખાતી. પરવાળાં ડેક પર મૂકીને ફરી તેઓએ પાણીમાં ડૂબકી લગાવી. પાછા થોડી વારે બીજાં પરવાળાં લઈ આવ્યાં. ગાઈડ યુવતીએ અણને સમજાવ્યું કે પરવાળાં (પ્રવાલ) એ પણ એક પ્રકારના જીવોનું કલેવર છે. એના જુદા જુદા આકાર પ્રમાણે એની જુદી જુદી જાતિ ગણવામાં આવે છે. અમને સાબરના શિંગડા જેવા (Stad horn Corals), દાંત-દાઢ જેવા (Tooth Corals), મશરૂમ જેવા (Mushroom Corals), તકિયા જેવા (Cushion Corals), કાકડી જેવા (Cucumber Corals), ભીંડા જેવા (Green Finger Corals), પીંછાં જેવા (Fern Corals), નમસ્કાર કરતા હોય એવી આકૃતિવાળા (Greeting Corals) એમ જુદી જુદી જાતનાં પરવાળાંને ઘર, દુકાન વગેરેમાં કેવી કલાત્મક રીતે ગોઠવી શકાય તે પણ વિવિધ રીતે ગોઠવીને બતાવ્યું. શોખીનને રસ પડે એવો આ વિષય હતો. એવી કલાત્મક ગોઠવણીના કેટલાક ફોટો પાડી લીધા. જ્યાં તડકો પડતો હોય એવા ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશમાં આવેલા કેટલાક સમુદ્રના છીછરા પાણીમાં પરવાળાનાં જીવડાં જેમ મરતાં જાય તેમ ૩૬૦ = પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424