Book Title: Pravas Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 412
________________ ડૂબકીમારુ-ડાઈવર પાણીમાંથી બહાર આવી બોટમાં ચડી ગયા. તેમણે ડાઈવરનો સૂટ ઉતાર્યો ત્યારે જ અમને ખબર પડી કે તેઓ કોઈ ધંધાદારી ડૂબકી મારુ નહોતા, પણ ટૂરના જ બે યુવક અને એક યુવતી હતાં. ઉલ્લુથી અમારી બોટ હવે સુવા તરફ પાછી ફરવા લાગી. સાંજનો સમય થયો હતો. પવન નીકળ્યો હતો. સમુદ્રના તરંગોથી વાતાવરણ આસ્લાદક બની ગયું હતું. એને વધુ આલાદક બનાવ્યું અમારા ગાઈડ યુવક-યુવતીઓએ પોતાના નાચગાનથી. હવે તેઓએ મહોરાં કે ફિજિયન પોષાક નહોતા પહેર્યા. તેમણે કંપનીનો યુનિફોર્મ પહેરી લીધો હતો. ઉચ્ચ સ્વરે લયપૂર્વક ગીતો ગાઈને તેઓએ રમઝટ બોલાવી દીધી. અમારામાંથી કેટલાક એમાં જોડાયા પણ ખરા. સુવાનો કિનારો દેખાયો એટલે નૃત્યગાન બંધ થયાં. યુવક-યુવતીઓ હવે બોટને લાંગરવા માટેની તૈયારીમાં પડી ગયાં. જોતજોતામાં તો સુવાના ધક્કા પર બોટ લાંગરવામાં આવી. અમે સૌ બોટમાંથી ઊતર્યા. ફિજિયન યુવક-યુવતીઓનો આભાર માનવા માટે એમની જ ભાષામાં અમે કહ્યું, બિનાકા વાકા લેવુ” (Thank you very much) અને “મોઘે' (Goodbye). બહાર નીકળ્યો ત્યારે શ્રી કાનજીભાઈ મને લેવા માટે કાર લઈને આવી ગયા હતા. કારમાં બેસી અમે ઘર તરફ રવાના થયા. આખા દિવસનો એક સરસ મઝાનો યાદ રહી જાય એવો અનુભવ થયો. મેં કાનજીભાઈને કહ્યું, “બોટના કર્મચારીઓ તાલીમબદ્ધ, વિનયી અને ઉત્સાહી હતા. પરંતુ બીજી બાજુ બોટ કંપનીએ સારી કરકસર કરેલી હોય એવું દેખાયું. આરંભમાં પ્રચારક અને ટિકિટ આપનાર તરીકે, પછી ગાઈડ તરીકે, પછી ગીતનૃત્યકાર તરીકે, પછી બટલર તરીકે, પછી સ્વિમર તરીકે, પછી ડાઈવર તરીકે, પાછા ગાયક તરીકે અને છેલ્લે હેલ્પર તરીકે એનાં એ જ ચાર યુવકયુવતીઓએ કામ કર્યું. કાનજીભાઈએ સાચું જ કહ્યું, “અહીં ફિજીમાં અમારું અર્થતંત્ર નબળું છે. સ્ટીમલાઁચ ચલાવનાર જુદી જુદી કંપનીઓ વચ્ચે ઠીક ઠીક સ્પર્ધા રહે છે. એટલે કંપનીઓ આવી કરકસર કરે તો જ એમને પરવડે.” | દરેક દેશ કે પ્રજાને સમયે સમયે પોતાની આગવી સમસ્યાઓ રહે છે અને તે માટે પોતાના આગવા ઉપાયો શોધતાં રહેવું પડે છે. તે વિના અસ્તિત્વ ટકી ન શકે. (પાસપોર્ટની પાંખે-ર : ઉત્તરાલેખન) ૩૯૨ ઝક પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424